• Gujarati News
  • Tehrik E Taliban E Pakistan Leader Calls For Jehad In India

તાલિબાને ઝેર ઓક્યું ઝેર, ભારતમાં શરિયત માટે જેહાદ છેડાશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તહેરિકે તાલિબાન પાકિસ્તાનનાં (ટીટીપી) નેતા વલી ઉર રહેમાને કાશ્મીરમાં આતંકવાદીઓ મોકલીને ભારતમાં શરીયતનાં કાયદાનાં અમલ માટે જંગ છેડવાની ધમકી આપી છે. એક વીડિયોમાં રહેમાન આ ધમકી આપતો નજરે પડ્યો છે.
વલી ઉર રહેમાન એ જ આતંકવાદી છે જેના પર યુએસે 5 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું છે. રહેમાને અફઘાનિસ્તાનમાં ડીસેમ્બર, 2009માં સીઆઇએનાં સાત અધિકારીઓનું ખૂન કર્યું હતું તેમ માનવામાં આવે છે. રહેમાનનાં જાહેર થયેલા આ વીડિયોમાં ટીટીપીનાં ચીફ હકિમઉલ્લા મેહસુદ પણ નજરે પડે છે. આ બંને નેતાઓએ પ્રથમ વખત પોતાનાં આતંકવાદી મનસૂબા જાહેર કર્યા છે. જેમાં તેમણે પ્રથમ વખત અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડરની બહાર જવાનાં ખતરનાક મનસૂબા જાહેર કર્યા છે. બંનેએ કાશ્મીર, ભારત અને અમેરિકામાં આતંકવાદી પ્રવૃતિઓની જાહેરાત કરી છે.