ટ્વિટર પર તસ્લીમા નસરીને પોસ્ટ કરી તેના બોયફ્રેંડની તસવીર, ઉંમરમાં 20 વર્ષ નાનો છે બોયફ્રેન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ટ્વિટર પર તસ્લીમાના એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવેલ તસવીર)
નવી દિલ્હી. વિવાદિત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને એક વાર ફરી લોકોને હેરાન કરી દે તેવું ટ્વિટ કર્યું છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ પર આ વખતે તેમણે તેના બોયફ્રેન્ડની સાથે પોતાની તસવીર પોસ્ટ કરી છે. એટલું જ નહીં તેમણે ટ્વિટ પર લખ્યું છે, મારો બોયફ્રેન્ડ મારાથી ઉંમરમાં 20 વર્ષ નાનો છે, ઇટ્સ કુલ. તેમના આ ટ્વિટને 10 મીનીટમાં 22 લોકોએ રીટ્વીટ કર્યું છે.
52 વર્ષીય લેખિકાએ સરાકર પાસે ભારતમાં લાંબા સમય સુધી રહેવાની પરવાનગી માગી છે. તસ્લીમાએ ઓગસ્ટ મહિનામાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી ભારતમાં રહેવાની પરાવનગી માગી હતી. તસ્લીમાએ ત્યારે કહ્યું હતું કે, રાજનાથ સિંહે તેમને આશ્વાસન આપ્યું છે કે આ મુદ્દે સરકાર ઝડપથી નિર્ણય લેશે.
જોકે, હાલમાં તેમના વીઝા અરજીની વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે. તેઓ અસ્થાયી વીઝા પર ભારતમાં રહે છે. વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ભારત સરકાર કોઈ નિર્ણય કરશે.

આગળની સ્લાઇડમાં વાંચો, તસ્લીમાના ઘણા પુસ્તકો ઉપર છે પ્રતિબંધ...