• Gujarati News
  • Tahir Mahmood Ashrafi Drunk During A Live Show Dailymotion Video

પાકિસ્તાનઃ ટીવી ન્યૂઝ ચેનલ પર નશાની હાલતમાં મૌલવી આપે છે ઇસ્લામની શિક્ષા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇસ્લામાબાદ. ઇસ્લામ અને પાકિસ્તાનમાં દારૂ પીવા પર પ્રતંબિધ છે અને જો દારૂ પિતા કોઈ ઇસ્લામના વિદ્વાન વ્યક્તિ મળી જાય તો હોબાળો થાય તે સ્વાભાવિક છે. પાકિસ્તાનમાં એક જાણીતા ઇસ્લામી શિક્ષણવીદ લાઇવ ટીવી શો દરમિયાન નશાની હાલતમાં હતા તે હવે મજાકનો વિષય બની ગયો છે.
પાછલા દિવસોમાં મૌલાના હાફિજ તાહિર અશરફીને મોડી રાત્રે ટીવી પર પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનના ઇસ્લામિક દૃષ્ટિકોણ પર ટિપ્પણી કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ શો દરમિયાન નશામાં ધૂત થયા હતા. તેમણે ઇમરાન ખાન પર ઇસ્લામનું અનુસરણ ન કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે જે વ્યક્તિ પોતાની પુત્રીને પુત્રી તરીકે ન સ્વીકારે તો તેવી વ્યક્તિ પાકિસ્તાનને તેની ઓળખ શી રીતે અપાવી શકશે. જીઓ ટીવીનો આ વીડિયો સોશિયલ મીડિયાના સમાચાર બની ગયા છે.
પાકિસ્તાનમાં યૂટ્યુબ પર પ્રતિબંધ હોવાને કારણે આ વીડિયોને ડેઇલીમોશન પર અપલોડ કરવામાં આવ્યો છે. 14 ઓક્ટોબરે પોસ્ટ કરવામાં આવેલ આ વીડિયો અત્યાર સુધીમાં 3,26,366 લોકો જોઈ ચુક્યા છે. ફેસબુક પર 4300 લોકો અને ટ્વિટર પર 498 વાર ટ્વિટ થયા છે.
આગળ જુઓ, વીડિયો.....