તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વીડનની સૌથી યંગ મિનિસ્ટર હતી આ યુવતી, એક ભૂલથી ગુમાવ્યું પદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ સ્વીડનની પ્રથમ મુસ્લિમ મિનિસ્ટર આઈદા હેદઝિયાલિકે શનિવારે રાજીનામું આપી દીધુ છે. આઈદા સેકન્ડરી અને એડલ્ટ એજ્યુકેશન શિક્ષા મિનિસ્ટર હતી. પરંતુ દારૂ પીને ગાડી ચલાવવા બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી. વિવાદ બાદ તેને રાજીનામું આપવાની ફરજ પડી હતી.
27ની વયે જ બની મિનિસ્ટર
- આઈદા સ્વીડન સરકારમાં સૌથી યુવા મિનિસ્ટર હતી. તેની ઉંમર 29 વર્ષની હતી.
- તે પાંચ વર્ષની હતી ત્યારે શરણાર્થીના તરીકે 1992માં પોતાના માતા-પિતા સાથે બોસ્નિયાથી સ્વીડન આવી હતી.
- આઈદાનું કહેવું છે કે મેં મારા જીવનમાં આ સૌથી મોટી ભૂલ કરી છે, મારી આ હરકતને કારણે અનેક લોકો નિરાશ થયા છે, મને દુઃખ છે કે મે આવું કર્યું,
- આઈદા હાઈસ્કૂલ સમયથી જ સોશિયલ ડેમોક્રેટ યૂથ મૂવમેન્ટ સાથે જોડાય હતી.
- 2016માં 27 વર્ષ વર્ષની ઉંમરમાં તે દેશની મિનિસ્ટર બની હતી.
અગાઉ પણ આ મિનિસ્ટરે આપ્યું હતું રાજીનામું
- સ્વીડનમાં બે વર્ષની સરકારમાં અનેક મિનિસ્ટરે રાજીનામા આપ્યા હતા.
- પર્યાવરણ મંત્રી આસા રોમસનને પણ રાજીનામું આપવી પડ્યું હતું.
- તેણે અમેરિકામાં 2001ના આતંકી હુમલાને 11 સપ્ટેમ્બરની દુર્ઘટના કહી હતી.
- મૂળ તુર્કીના મેહમત કાપલાનને એપ્રિલમાં ઈઝરાયલની તુલના નાઝી સાથે કરવાના બદલામાં પદ છોડવાનો વારો આવ્યો હતો.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો