અમેરિકામાં યુવતીઓની છેડતી બદલ વોન્ટેડ સાધુ દેશ છોડી ગયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં આવી ગયા હોવાનું અમેરિકી પોલીસનું અનુમાન બે કિશોરીની છેડતીના ગુનામાં દોષિત ઠરેલા ૮૩ વર્ષના ભારતીય મૂળના સાધુ ચોરીછૂપીથી ભારત ભાગી આવ્યા હોવાનું અમેરિકી અદાલતને કહેવામાં આવ્યું છે. હંમેશા વ્હીલચેરમાં રહેતા પ્રકાશનંદ સરસ્વતી નામના આ સાધુને અમેરિકી પોલીસ શોધી રહી છે. માનવામાં આવે છે કે પોતાના નજીકના ભક્તો અને મળતિયાની મદદથી તેઓ ભારત તરફ ભાગી છૂટ્યા છે. ટેક્સાસ હેય્સ અદાલતે ૨ કિશોરીની છેડતી બદલ માર્ચ ૨૦૧૧માં સાધુને દોષિત જાહેર કર્યાના બીજા દિવસથી જ સાધુ લાપતા છે. ન્યાયાધીશે તેમની ગેરહાજરીમાં જ તેમને તેમના પ્રત્યેક ગુના બદલ ૧૪ વર્ષ કેદની સજા ફરમાવી છે. ૧૨ લાખ ડોલરના બોન્ડ પ્રોમિસરી નોટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. અદાલતમાં તાજેતરમાં રજૂ થયેલા તપાસ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે હંમેશા વ્હીલચેરમાં ફરતા રહેતા સાધુ દોષિત ઠર્યાના બે દિવસમાં જ સરહદ પાર કરીને કદાચ મેક્સિકો પહોંચ્યા હતા. તેમના મળતિયાની મદદથી ભારત ભાગી છૂટયા હોવા જોઇએ. અધિકારીઓ હવે સાધુએ અમેરિકા કઇ રીતે છોડયું અને ભારત ભાગી જવામાં તેમને કોણે મદદ કરી તેની તપાસ ચલાવી રહ્યા છે. સાધુએ જે કિશોરીને ચુંબન કર્યું હતું અને છેડતી કરી હતી તે કિશોરીએ જણાવ્યું હતું કે સાધુ ભારત ભાગી જવા સાથે એક રીતે કેસ પૂરો થાય છે. તે જેલમાં ગયા હોત તો અમારા જેવા બહેતર નિંદર લઇ શકત પરંતુ એક રીતે સાધુ પોતે ઊભી કરેલી નાનકડી જેલમાં જ ગયા છે. કિશોરીએ લખ્યું પુસ્તક કારેન જોન્સન નામની કિશોરીએ આ વર્ષે 'સેક્સ, લાઇઝ એન્ડ ટુ હિ‌ન્દુ ગુરૂ’ નામે પુસ્તક બહાર પાડતાં કહ્યું છે કે સાધુને દોષિત ઠેરવીને કાયદાએ પોતાનું કામ તો કર્યું જ છે. પરંતુ સાધુએ નાના બાળકો સાથે કરેલાં કૃત્યની સજા પણ ભોગવવી જોઇતી હતી. જોકે જ્યાં સુધી તે જીવે છે ત્યાં સુધી સાધુને ટેક્સાસ પાછા લવાશે અને જેલમાં પૂરવામાં આવશે તે આશા કાયમ રહેશે.