પાકિસ્તાની મસ્જિદની બહાર સુસાઇડ બોમ્બ ત્રાટક્યોઃ 22નાં લોહિયાળ મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનનાં હાંગુમાં શિયા મુસ્લિમ મસ્જિદની બહાર આજે સુસાઇડ બોમ્બ ત્રાટકતાં 22 લોકોનાં મોત થયા હતાં. શિયા મુસ્લિમો જ્યારે નમાઝ કરીને બહાર આવતાં હતાં ત્યારે જ આ બોમ્બ ફાટ્યો હતો. ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનનાં આ વિસ્તારમાં આ પહેલાં પણ બોમ્બ બ્લાસ્ટમાં કેટલાય મોત થયા છે. આ ઘટનામાં 50 લોકો ઘાયલ થયા હતાં. મૃતકો શુક્રવારની ખાસ નમાઝ કરીને બહાર આવતાં હતાં.

પાકિસ્તાનનાં અતિ સંવેદનશીલ ખૈબર પખ્તુન્વા પ્રાંતમાં હાંગુ આવે છે. જ્યાં ઇદ વખતે પણ મોબાઇલ ફોન બંધ કરી દેવા પડ્યા હતાં. પાટ બઝારની મસ્જિદમાં લોકો જુમ્માની નમાઝ માટે ભેગા થયા હતાં. બજારની નાની ગલીમાં મસ્જિદ ફૈઝુલ્લાહ અને મસ્જિદ પુર્દીલ આવેલા છે. આ જ ગલીમાં આ બ્લાસ્ટ થયો હતો. આ હુમલો શિયા-સુન્નીનાં સંઘર્ષનાં ભાગરૂપે થયો છે.