તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Steve Jobs Widow Laurene Powell Former DC Mayor Adrian Fenty Rumored To Be Dating

વોશિંગ્ટનના પૂર્વ મેયર સાથે બિકિનીમાં દેખાઇ સ્ટીવ જોબ્સની વિધવા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કેરેબિયન ટાપુઓ પર વોશિંગ્ટનના પૂર્વ મેયર સાથે સ્ટીવ જોબ્સની વિધવા લોરેન પોવેલ. (ઇન્સેટ) તસવીરમાં સ્ટીવ જોબ્સની વિધવા બોયફ્રેન્ડને કિસ કરી રહી છે.)
ઇન્ટરનેશનલ ડેસ્કઃ સ્ટીવ જોબ્સના મૃત્યુના લગભગ ત્રણ વર્ષ પછી તેની વિધવા લોરેન પોવેલ ફરીથી પ્રેમમાં પડી હોય તેવું લાગી રહ્યું છે. જાણીતી ઓનલાઇન ન્યૂઝ સાઇટના અહેવાલ અનુસાર, જાણીતી ટેક કંપની એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની 51 વર્ષીય વિધવા લોરેન પોવેલ ગત શનિવારે કેરેબિયન ટાપુઓ પર પોતાના બોયફ્રેન્ડ અને વોશિંગ્ટન ડીસીના પૂર્વ મેયર 44 વર્ષીય એડ્રિયાન ફેન્ટી સાથે વેકેશન માણવા ગઇ હતી.
સાઇટે પબ્લિશ કરેલ તસવીરોમાં લક્ઝુરિયસ યૉટ પર સ્ટીવની વિધવા બ્લેક બિકિનીમાં છે. તસવીરોમાં કપલ એકબીજા સાથે કિસ કરતાં અને હસતા નજરે પડી રહ્યા છે. યૉટના સન લાઉન્જમાં બંને કિસ કરતાં દેખાયા હતા. બાદમાં બંનેએ મિત્રો સાથે નાસ્તો કરતાં દેખાયા હતા.
વર્ષ 2013ના ઉનાળામાં લોરેન અને એડ્રિયાન વચ્ચે અફેર હોવાની વાતોએ ચર્ચા પકડી હતી. એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સના વર્ષ 2011ના મૃત્યુ પછી લોરેન વિધવા છે. જ્યારે એડ્રિયાને જાન્યુઆરી 2013માં પત્ની મિશેલ સાથે છૂટાછેડા લીધા હતા. વિશ્વ પ્રસિદ્ધ એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ સાથે 20 વર્ષો સુધી લગ્નજીવન માણનારી લોરેન અને એડ્રિઆન વર્ષ 2011માં એક એજ્યુકેશન કોન્ફરન્સમાં મળ્યા હતા અને ત્યારે બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઇ હતી.
કેરેબિયન ટાપુ પર બોયફ્રેન્ડ સાથે વેકેશન માણતી સ્ટીવ જોબ્સની વિધવાની વધુ તસવીરો જોવા માટે સ્લાઇડ બદલતા રહો