ભરણપોષણ ભથ્થું ખતમ કરવાની પહેલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગણિતના પ્રોફેસર ડેબી લેફ ઇઝરાયલી છુટાછેડા લીધેલા છે. ૨૦૦૯માં તેનો સંપર્ક ફેસબુક મારફતે હાઇસ્કૂલના દિવસોમાં મિત્ર જોન ફેલાપાયર સાથે થયો હતો. શિપિંગ કંપનીમાં એન્જિનિયર કેલાપાયરે ૨૦૧૦માં પોતાની પહેલી પત્ની સાથે છુટાછેડા બાદ લેફ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પણ, એક મુશ્કેલી હતી. કેલાપાયરે પોતાના પગારનો એક તૃત્યાંશ હિસ્સો પહેલી પત્નીને આપવો પડતો હતો. લેફે તેની સામે જંગ છેડવાનો નિશ્વિય કર્યો હતો. એટલે, લેફે સેકન્ડ વાઇવ્ઝ ક્લબની ફ્લોરિડા શાખાનો પાયો નાંખ્યો. આ ક્લબ છુટાછેડાવાળી મહિલાઓને સ્થાયી રૂપે ભરણપોષણ ભથ્થું આપવાની જોગવાઇને ખતમ કરવા માટે કામ કરી રહી છે. સેકન્ડ વાઇવ્ઝને પોતાના ઇરાદામાં સફળતા મળી ગઇ છે. ફ્લોરિડા સ્ટેટે ભરણપોષણ ભથ્થું ખતમ કરવાનું વિધેયક પાસ કરી દીધું. પણ, ગવર્નરે તેનો વીટો કરી દીધું. અમેરિકામાં કેટલાંય રાજ્યોમાં ભરણપોષણ ભથ્થાની વિદાય થઇ રહી છે. લગભગ ચાર લાખ ૨૦,૦૦૦ અમેરિકીઓને ભરણપોષણ ભથ્થું મળે છે. ભરણપોષણ ભથ્થું મહિલા અથવા પુરુષના મૃત્યુ અથવા ભથ્થું મેળવનારના ફરી લગ્ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે. બીજી બાજુ, ધન માટે મહિલાઓની નિર્ભરતા પુરુષ પર ઓછી થઇ રહી છે. લેબર બ્યૂરો અનુસાર ૪૦ ટકા નોકરિયાત મહિલાઓ પોતાના પતિથી વધુ કમાય છે. વકીલોનું કહેવું છે કે પોતાના પૂર્વ પતિઓને ભરણપોષણ ભથ્થું આપનારી મહિલાઓની સંખ્યા વધી રહી છે. તે ઉપરાંત કેટલાક કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે ભરણપોષણ ભથ્થાની વ્યવસ્થાને બંધ કરવી એ ખરાબ સામાજીક નીતિ છે.