તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ (એલટીટીઇ)નાં વર્ચસ્વવાળા શ્રીલંકાનાં ઉત્તર ભાગોમાં એક સામૂહિત કબરમાંથી અત્યાર સુધી 80 નરકંકાલ મળી આવ્યા છે.
જ્યુડિશિયલ મેડિકલ ઓફિસરનાં જણાવ્યા પ્રમાણે વિતેલ ડિસેમ્બરમાં મળેલી આ સામુહિક કબરમાં ખોદકામનું કામ સોમવારે ફરી શરૂ કરાયું હતું. ખોદકામમાં અત્યાર સુધી 80 નરકંકાલ મળી ચૂક્યા છે. આ વિસ્તારમાં ક્યારેક શ્રીલંકાનાં વિદ્રોહીઓનો કબ્જો હતો.
પોલીસે જણાવ્યા પ્રમાણે હાલ અવશેષોની ઓળખ નથી થઇ શકી અને આગળની તપાસ માટે તેમને મોકલી દેવાયા છે. પણ શંકા એ વાતની છે કે આ અવશેષ સંઘર્ષ દરમિયાન તમિલ ટાઇગરોનાં હાથે માર્યા ગયેલા લોકોનાં હોઇ શકે છે. શ્રીલંકા પહેલાથી જ માનવાધિકાર ઉલ્લંઘનનાં ગંભીર આરોપોથી ઘેરાયેલું છે.
શ્રીલંકાનાં ઉત્તરનાં તમિલ બહુમતિ ધરાવતા મોટાભાગનાં વિસ્તારો વિદ્રોહીઓનાં કબ્જામાં હતા, પણ 2009માં શ્રીલંકાની સરકારે એલટીટીઈને નેસ્તોનાબૂદ કરીને ગૃહયુદ્ધની સમાપ્તિની ઘોષણા કરી હતી.
ગૃહયુદ્ધ પૂરું થયા પછી સંયુક્ત રાષ્ટ્ર અને ઘણા માનવાધિકાર સંગઠનોએ શ્રીલંકા પર માનવાધિકાર ઉલ્લંઘનનાં ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપો પ્રમાણે શ્રીલંકાની સરકાર કબરોમાંથી ઘણા શબ બહાર કાઢીને તેમને નષ્ટ કરી પુરાવા ગાયબ કરવામાં લાગેલી છે. ગયા વર્ષે શ્રીલંકામાં એક સામૂહિક કબરમાંથી 150 નરકંકાલ પ્રાપ્ય થયા હતા.
શ્રીલંકાનાં ઉત્તરમાં આવેલા મન્નારમાં સામુહિક કબરની વીડિયોગ્રાફી કરતો પોલીસ કર્મચારી. આ વિસ્તાર રાજધાની કોલંબોથી 327 કિમી દૂર છે. ત્રણ દાયકા સુધી ચાલેલા રક્તરંજિત ગૃહયુદ્ધ પછી શ્રીલંકામાં આવી સામુહિક કબર મળી છે. યુદ્ધનું મેદાન રહી ચુકેલા આ વિસ્તારમાં વોટર પ્રોજેક્ટ પર કામ કરતી વખતે મજૂરોને સામુહિત નરકંકાલ દટાયેલા મળ્યા હતા.
વધુ વાંચવા અને તસવીરો માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો-
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.