તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોઢ કિમીના એરિયામાં પથરાયેલો છે આ પેલેસ, બાદમાં ફેરવાયો 7 સ્ટાર હૉટેલમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ આરબ કન્ટ્રિનું પ્રવાસન સ્થળ અબુધાબીમાં તાજેતરામાં જ ગુજરાતનાં જાણીતા કથાકાર મોરારી બાપુની 8 દિવસની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. divyabhaskar.com વાચકો સમક્ષ એ ભવ્ય પેલેસની કેટલીક તસવીરો પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. તો જૂઓ બુધાબી એમિરાટ પેલેસની નયનરમ્ય તસવીરો.
પેલેસને પ્રવાસન માટે વર્ષ 2005માં હોટેલમાં ફેરવવામાં આવ્યો
અબુધાબીમાં દરિયા કિનારે આરબનાં પ્રિન્સ દ્વારા 1.3 કિમીનાં એરિયામાં ભવ્ય પેલેસનું નિર્માણ કરાવ્યું હતું. પ્રાયવેટ બીચ ઉપર પથરાયેલા આ પેલેસને 85 હેક્ટરમાં લૉન અને ગાર્ડન પથરાયેલું છે. હોટેલમાં 80 મીટરની ઊંચાઈ ધરાવતા 114 ડૉમ આવેલા છે. અને 394 રૂમનો સમાવેશ થાય છે. આરબ કન્ટ્રીમાં વધી રહેલા પ્રવાસનને ધ્યાનમાં લઈને પ્રિન્સ દ્વારા આ પેલેસને પ્રવાસન માટે ફાળવવાનો નિર્ણય કર્યો. જેના પગલે ખ્યાતનામ આર્કિટેક્ચર જ્હોન એલિએટ રિબાની મદદથી આ પેલેસને વર્ષ 2005માં હૉટેલનાં રૂપમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો. બાદમાં વર્ષ 2006થી રેસ્ટોરન્ટ ફેસિલિટી ઉભી કરવામાં આવી હતી. આ વિશાળ પેલેસમાં યોજાયી હતી મોરારી બાપુની રામકથા.

પેલેસની નયનરમ્ય વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ ઉપર ક્લિક કરતા રહો....
અન્ય સમાચારો પણ છે...