તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકાના જન્મ પછી તેના ઘડતરમાં ભારતીયોનો સિંહફાળો, સાક્ષી છે આ તસવીરો
યુએસમાં પહેલો ભારતીય 1790માં આવ્યો હતો, એટલે કે આ દેશનો જન્મ થયો તેનાં 14 વર્ષ પછી. તે બ્રિટીશ ક્રુ સાથે એક વહાણમાં અહીં આવ્યો અને કદાચ થોડા સમય સુધી રહીને જતો રહ્યો.
આ વ્યક્તિ અંગેનાં સંદર્ભ ઘણી જગ્યાઓએ મળી રહેતા હોવા છતાં તેનું નામ કે તેના વિશેની માહિતી ઇતિહાસમાં પણ ક્યાંય ઉપલબ્ધ નથી.
ત્યારપછીની સદીઓમાં વધુને વધુ ભારતીયો અહીં આવ્યા અને રહ્યા. તેમણે અહીં રેલવે અને જમીનમાર્ગો તૈયાર કર્યા, જમીનો ખેડી, કાયદા બનાવ્યા અને બદલ્યા, ધર્માંધતા સામે લડ્યા અને છેલ્લે યુએસનાં ઇતિહાસમાં સ્થાન મેળવ્યું. આ બાબતની સાબિતી પૂરી પાડે છે સ્મિથસોનિયન નેશનલ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી.
બિયોન્ડ બોલીવુડ નામની આ ગેલેરી ભારતીય અમેરિકનોના માનમાં આજથી એટલે કે 27 ફેબ્રુઆરીથી ખુલ્લી મુકાશે. અત્યાર સુધી યુએસનાં ઘડતરમાં ભારતીયોની ભૂમિકા અંગે બહુ ઓછું કે પછી જરા પણ ધ્યાન અપાયું નથી.
આ આયોજન પ્રતિષ્ઠા કે નામના માટે નથી કરાયું. તે બધા ભારતીય અમેરિકનોની વ્યક્તિગત સિદ્ધિઓનાં વિસ્તૃત રેકોર્ડ માટે પણ નથી, પણ પ્રદર્શનનો હેતુ છે ભારતીય સ્થળાંતરિતો અને ભારતીય અમેરિકનો તરીકે આ દેશનાં ઘડતરમાં અમારું શું યોગદાન છે, તેમ પ્રદર્શનનાં આયોજક માસુમ મોમાયા જણાવે છે. માસુમ મોમાયાનાં માતા પિતા અહીં 1960નાં દાયકામાં ગુજરાતથી આવ્યા હતા.
5000 ચોરસ ફૂટમાં પથરાયેલી આ ગેલરીમાં 200 જેટલી ઐતિહાસિક અને સમકાલિન ઇમેજ, ત્રણ ડઝન આર્ટ વર્ક, બે ડઝન ઐતિહાસિક વસ્તુઓ અને હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શન માટે મૂકાઇ છે.
ઐતિહાસિક વસ્તુઓમાં ટોચની ફૂટબોલ ટીમોમાંથી એક ગ્રીન બે પેકર્સ માટે ફૂટબોલ રમનાર બ્રેન્ડન ચિલરનું હેલમેટ અને જીમનાસ્ટીક્સમાં મોહિની ભારદ્વાજે 2004માં મેળવેલા ઓલિમ્પિક સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.
સ્મિથસોનિયને આ પહેલા યુએસનાં ઘડતરમાં ચીની અમેરિકનો, વિયેતનામી અમેરિકનો અને કોરિયન વસાહતીઓની ભૂમિકા અંગેની ગેલરીઓનું પણ આયોજન કરેલું છે.
પ્રદર્શનમાં મૂકાયેલી તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો-
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.