સ્માર્ટફોનથી લાગણીના સંબંધો ઘટે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સ્માર્ટફોનમાં વ્યસ્ત લોકોના બાળકો તેમનું ધ્યાન ખેંચવા માટે વિવિધ પ્રયાસો કરે છે

સ્માર્ટફોનનો ઉપયોગ કરતા માતા-પિતા માટે જોખમી સંકેતો છો. ક્યાંક એવું ન બને કે આ સ્માર્ટફોન આપના સંતાનોથી આપને દૂર કરી દે. નવા અભ્યાસ અનુસાર સ્માર્ટફોનના કારણે માતા-પિતા અને સંતાનો વચ્ચે લાગણીનું બંધન ઘટી જાય છે.સંશોધકોને જાણવા મળ્યું હતું કે, જ્યારે માતા-પિતા લાંબા સમય સુધી તેમના ફોનમાં ધ્યાન આપે છે ત્યારે તેમના સંતાનો આ વાતને ધ્યાનમાં લે છે અને તેમના તરફ માતા-પિતાનું ધ્યાન ખેંચાય તેવો પ્રયાસ કરે છે. બોસ્ટન મેડિકલ સેન્ટર ખાતે સંશોધકોએ ૧પ ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટમાં જઈને પરિવારના સભ્યો વચ્ચે થતી વાતચીતનું અવલોકન કર્યું હતું. તેમને જાણવા મળ્યું હતું કે માતા-પિતા જ્યારે સ્માર્ટફોનમાં વ્યસ્ત હોય ત્યારે તેમના સંતાનોની પ્રતિક્રિયા કંઈક અલગ હતી.

આ સંશોધનના મુખ્ય લેખક અને બોસ્ટન મેડિકલ સેન્ટરમાં ડેવલપમેન્ટ બિહેવિયરલ પીડિયાટ્રિક્સના ફેલો ડો. જેની એસ. રેડેસ્કેએ જણાવ્યું હતું કે, પપમાંથી ૪૦ માતા-પિતા સ્માર્ટફોનમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ જ્યારે ફોન કરતા હોય તેની સરખામણીએ ટાઈપિંગ કરતા હોય ત્યારે વધુ વિક્ષેપિત જણાતા હતા. તેમજ લગભગ ત્રીજા ભાગના માતા-પિતા ભોજન વખતે સતત સ્માર્ટફોનમાં જ ડુબેલા જોવા મળ્યા હતા.માતા-પિતાના આવા વર્તનના કારણે કેટલાક બાળકોને કોઈ અસર નહોતી અને તેઓ શાંત રહીને જમતા હતા. જ્યારે બાકીના બાળકો વધુ ઉશ્કેરાયેલા અને તેમના માતા-પિતાનું ધ્યાન ખેંચવા માટે તોફાની હરકતો કરતા પણ જોવા મળ્યા હતા.

આગળ વાંચો વધુ વિગત