તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Anti Hindu Hate Crimes: US Authorities Announce USD 21K Reward

અમેરિકામાં હિન્દુ વિરોધી નિંદાત્મક લખાણોમાં અચાનક વધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ બ્રેમ્બ્લેટોન ખાતે 200 જેટલા ભારતીય-અમેરિકનો શુક્રવારે એકત્ર થયા હતા)
વોશિંગ્ટનઃ વોશિંગ્ટનના એક વિસ્તારમાં અચાનક તોડફોડના બનાવો અને નિંદાત્મક ભીતલખાણો સહિતના હિંદુ વિરોધી નિંદાના ગુન્હાઓના કિસ્સાઓમાં થયેલા વધારાને પગલે અમેરિકન સત્તાવાળાઓએ આ માટે જવાબદારની ધરપકડ કરવા માટે ખબર આપનાર માટે 21,000 ડોલરના ઇનામની જાહેરાત કરી છે.
વર્જિનામાં સ્તાનિક સત્તાવાળાએ જણાવ્યા અનુસાર જુલાઇ 2014થી ડલ્લાસ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પાસે આવેલા અશુબર્નમાં ભીત પર હિંદુ વિરોધી લખાણો અને તોડફોડના 17 કેસ નોંધાયા છે, જે પાછલા વર્ષની તુલનામાં ભારતીય-અમેરિકન વસ્તીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે, તેમજ તેનું મુખ્ય કારણ અહીં ઉભરી રહેલી આઇટી કોરિડોર હોવાનું મનાય છે.
કસરતના સ્થળોએ, પાર્કની બેન્ચો પર, પગપાળા ટનલ અને કોમ્યુનિટી સાઇન્સની દિવાલો પર લખવામાં આવેલા મોટા ભાગના લખાણો કાળા અક્ષરમાં છે એમ લૌન્ડૌન કાઉન્ટી પોલીસે જણાવ્યું હતુ.

ભીંતલખાણો જેમ કે 'હિન્દુ પ્રવેશ નિષેધ' અને 'હિન્દુઓ નહી, મોસ્બીના રેન્જર્સના હુકમ દ્વારા'ને કાળા અક્ષરમાં લખેલા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં રહેતા ભારતીય અમેરિકનોએ જણાવ્યું હતું કે આ પ્રકારની નોટિસને કારણે તો અસલામતી અનુભવી રહ્યા છે.
સ્થાનિક અધિકારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોમ્યુનિટી સેન્ટર ખાતે 200 જેટલા ભારતીય-અમેરિકનો શુક્રવારે એકત્ર થયા હતા ત્યાર બાદ વર્જીના ડેલીગેટ ડેવીડ રમાદાને જણાવ્યું હતું કે “આ બાબત અસ્વસ્થતા પેદા કરે છે કે એવા કેટલાક તત્ત્વો છે જેઓ ખાનગી મિલકતનો નાશ કરવા માગે છે અને અમારા હિન્દુ પડોશીઓ વિશે ઝેર ઓકે છે.” અમારા સમાજમાં આ પ્રકારની નિંદા માટે કોઇ જગ્યા નથી.
મોટી સંખ્યામાં ભારતીય નાગરિકોએ તાજેતરમાં જ વિકાસ પામેલા નેઇબરહૂડમાં ઘર, ટાઉન હોમ્સ અને કોન્ડોસ ખરીદ્યા છે. આ ઘટનાને કોમ્યુનિટી પ્રતિભાવ દ્વારા હું ભારે પ્રોત્સાહિત થયો હતો એમ વર્જિના એટોર્ની જિમ પ્લોમેને જણાવ્યું હતું. નાગરિકોની સતત સામેલગીરીને કારણે આપણે આ પ્રકારના નિદાત્મક કૃત્યોનો અંત લાવવા માટે સક્ષમ બનીશુ અને આનો અંત આવી ગયો છે તેમ માનીશું એમ તેમણે ઉમેર્યું હતું.

નિંદાત્મક ગુન્હાઓમાંથી થયેલા વધારાથી ત્રસ્ત બ્રેમ્બ્લેટોન કોમ્યુનિટી એસોસિયેશને તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે જવાબદાર તત્ત્વોની ધરપકડ અને ગુન્હેગાર ઠેરવવામાં પરિણમતી માહિતી આપનારને 1,000 ડોલરનું વળતર આપવામાં આવશે.
ભારતીય-અમેરિકન લૌન્ડૌન કાઉન્ટી અને વિવિધ નેતાઓએ વળતરની રકમમાં વધારાના 20,000 ડોલરનો ઉમેરો કર્યો હતો તેમ કુલ વળતરની રકમ 21,000 ડોલરની થવા જાય છે. હું આ દેશમાં છેલ્લા 14 વર્ષોથી છું અને આવું કદીયે જોયું નથી એમ વોશિંગ્ટન પોસ્ટે વિદ્યા નાયરને કહેતા ટાંક્યા હતા. લૌન્ડોન અલગ અલગ લોકોનો વિસ્તાર છે. ત્યાં તમે આવુ જોવાની આશા સેવી શકો નહી.