• Gujarati News
  • Shamans From Around The World Gather In Siberia Read More: Http: Www.dailymail.co.uk News Article 2751139 Summoning spirits ancestors Shamans world gather Siberia ceremony timed coincide cosmic cycles.html#ixzz3D2TiQgJu Fol

દુનિયાભરના તાંત્રિકોનો મેળો, રોમાંચક તાંત્રિક વિધિની જૂઓ તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સાઈબિરિયામાં યોજાયેલા મેળા દરમિયાનની એક તસવીર)

સાઈબિરિયાઃ
સાઈબિરિયાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી પર્વતમાળામાં દર વર્ષે તાંત્રિકોનો મેળો ભરાય છે. પૂર્વજોના આત્માની શાંતિ માટે યોજાતા આ મેળામાં વિશ્વભરના તાંત્રિકો એકત્ર થાય છે અને વિવિધ તાંત્રિક કરે છે. તાયવા રિપબ્લિકના ખુનમ-ડાંગ ગામમાં ભરાતો આ મેળો 'કોલ ઓફ ૧૩ શમન્સ'ના નામે જાણીતો છે. જ્યાં ચાર દિવસનો આ મેળો ભરાય છે તે સ્થળ એશિયા ઉપખંડનું કેન્દ્ર બિન્દુ હોવાનું અને આધ્યાત્મિક રીતે ખૂબ જ પ્રજ્વલિત હોવાનું કહેવાય છે. વધુ મેળામાં માટે નેચરલ કોસ્મેટીક સાઈકલ્સ પ્રમાણે સમય નક્કી કરાય છે.
મેક્સિકો, મોંગોલિયા, ગ્રીનલેન્ડ, રશિયા અને કોરિયા સહિત વિશ્વભરના દેશોમાંથી આવતાં તાંત્રિકો તાંત્રિક વિધિ માટે પગપાળા ચાલીને દૂરના એકાંત વિસ્તારમાં જાય છે. આ ખાસ કાર્યક્રમમાં તાંત્રિકો દ્વારા પશુ બલી પણ ચડાવવામાં આવે છે. આ અનોખા કાર્યક્રમની તસવીરો ફોટોગ્રાફર એલેક્ઝાન્ડર નિકોલ્સ્કીએ ખેંચી છે.

આ ખાસ ફેસ્ટિવલની વેબસાઈટના જણાવ્યા અનુસાર 'પિતા આકાશ અને માતા પૃથ્વ પરની મંગળ જગ્યાએ રશિયા, CIS(કોમનવેલ્થ ઓફ ઈન્ડિપેન્ડન્ટ સ્ટેટ) અને વિદેશમાંથી ઓઝાઓ આવે છે. તે રહસ્યમય વિધીઓ દ્વારા વિશ્વમાં સદ્દભાવના ફેલાય એ માટે એક 'વ્હાઈટ રૂટ'નું નિર્માણ કરે છે.' તાંત્રિક વિધિ કેવી રીતે કરાય છે, તે આગામી તસવીરો પરથી જોઈ શકાશે.
આગળની સ્લાઈડસમાં જૂઓ, તાંત્રિક વિધિની વિવિધ તસવીરો...