તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક.ની પથારી ફરી ગઈઃ 100 અબજનો મેળ કરો બાકી આજે જ પેટ્રોલ ખતમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ પાક.માં પેટ્રોલ માટે લાગેલી લાઈન)
ઇસ્લામાબાદઃ પાડોશી દેશ પાકિસ્તાનમાં ઉભી થયેલી પેટ્રોલ-ડિઝલની અછત સમાપ્ત થવાના કોઇ સંકેતો જોવા મળતા નથી. સમગ્ર દેશમાં આજે વડાપ્રધાન નવાઝ શરીફે ઓઇલની કટોકટીના ઉકેલ પર સંપૂર્ણ ધ્યાન આપવા માટે પોતાના તમામ સતાવાર કાર્યક્રમો રદ કર્યા હતા. રવિવારે નવાઝ શરીફે પેટ્રોલિયમ ક્ષેત્રના ટોચના કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા કારણ કે તેઓ આ કટોકટીને ઉકેલવામાં નિષ્ફળ રહ્યા હતા. પેટ્રોલિયમ મંત્રી શાહિદ ખાગન અબ્બાસે રવિવારે મેરેથોન બેઠકો યોજી હતી. તેમની અધ્યક્ષતામાં ટોચની ચાર ઓઇલ માર્કેટીંગ કંપનીઓ શેલ, પીએસઓ, હેસકોલ, અને ટોટલ-પારકો તેમજ ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલટરી ઓથોરીટીની બેઠક યોજાઇ હતી. સામાન્ય રીતે પાકિસ્તાનમાં દર 15 દિવસે 6 થી 8 કાચું તેલ ભરેલા જહાજો પહોંચતા હોય છે. દરેક જહાજમાં 65 હજાર ટન તેલ હોય છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં પેટ્રોલ અને ડિઝલની આયાત માટે વડાપ્રધાન વધુ નાણાંભંડોળની ફાળવણી કરવા માટે નાણાંમંત્રાલયને પ્રસ્તાવ મોકલી શકે છે. સરકાર હરાજી વિના પેટ્રોલ અને ડિઝલ પુરુ પાડી શકે તેવી કેટલીક ચીનની સહિત દુબઇ સ્થિત ટ્રેડિંગ કંપનીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે. સુત્રોએ જણાવ્યું કે નાણાં મંત્રાલય દ્વારા ભંડોળ પુરુ ન પાડતા સરકારે વોટર એન્ડ પાવર મંત્રાલયને બાકી રહેલી 580 બિલિયન રૂપિયા વસૂલવા દબાણ કરવામાં આવ્યું છે.
આગળની સ્લાઇડમાં વાંચોઃ આવી સ્થિતિ ઉભા થવા પાછળનું કારણ