અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ડેવી નામના ગામમાં બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ તકે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, ડેવીના મેયર જૂડી પૌલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરાઇ તે જગ્યાને મહાત્મા ગાંધી સ્ક્વેર નામ આપવામાં આવ્યું છે. ૮૦૦ પાઉન્ડની કિંમતની આ પ્રતિમા ૭ ફૂટ ઊંચી છે. તામ્રધાતુની પ્રતિમાને ડો. કલામના હસ્તે અનાવૃત કરાઇ હતી. બિગ સ્ટેચ્યુ કંપનીના શિલ્પિ મેટ્ટ ગ્લેને તૈયાર કરી હતી. ગાંધી સ્ક્વેરની ડિઝાઇન ભારતીય મૂળના એન્જિનિયર બાબુ વર્ગીઝે તૈયાર કરી હતી.
પ્રતિમાની સાથે સાથે
ડેવી ગામમાં તામ્ર ધાતુની ૭ ફૂટની પ્રતિમા સ્થળને ગાંધી સ્ક્વેર નામકરણ ૮૦૦ પાઉન્ડની કિંમત બ્રિટિશ કંપનીના શિલ્પકાર મેટ્ટ ગ્લને તૈયાર કરી પ્રતિમા ૧ એકરમાં ગાંધી સ્ક્વેરની ડિઝાઇન ભારતીય એન્જિનિયરે તૈયાર કરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.