પુત્રીને જીતાડવા સ્ટેટ સેનેટર પિતાએ ગ્રાફિક ડિઝાઇનિંગ પણ કર્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર)
સાયરા બ્લેર: અમેરિકામાં સૌથી નાની વયની સ્ટેટ લૉ મેકર
- જન્મ: 11 જુલાઇ, 1996
- પિતા: ક્રેગ બ્લેર (સ્ટેટ લૉ મેકર, બિઝનેસમેન)
- શિક્ષણ: હેજેસવિલે હાઇસ્કૂલથી ગ્રેજ્યુએટ, વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીથી ઇકોનોમિક્સ અને સ્પેનિશનો અભ્યાસ કર્યો.
ચર્ચામાં કેમ : તાજેતરમાં જ તેઓ અમેરિકામાં સૌથી નાની વયનાં લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાયાં છે.
તેઓ વેસ્ટ વર્જીનિયા યુનિવર્સિટીમાં ફાઇનાન્સની તૈયારી જ કરી રહ્યાં હતાં. રાજકારણમાં જવાનો તેમનો કોઇ ઇરાદો ન હતો. પિતા ક્રેગ વેસ્ટ વર્જીનિયા સેનેટમાં રિપબ્લિકન સભ્ય છે. તેમના કહેવાથી તેઓ ચૂંટણી લડ્યાં. તેમને એ વાતનો અંદાજો પણ ન હતો કે તેઓ ચૂંટણી જીતી જશે. આ સ્ટેટમાં વોટિંગ વયમર્યદા અગાઉ 17 વર્ષની હતી, પછી સુધારો કરીને 18 વર્ષ કરવામાં આવી.
નવેમ્બરમાં સાયરા ચૂંટણી જીત્યાં અને અમેરિકાનાં સૌથી ઓછી વયના સ્ટેટ લૉ મેકર (ધારાસભ્ય) બની ગયાં. અમેરિકાના ઇતિહાસમાં તેઓ સૌથી નાની વયના લૉ મેકર છે. અમેરિકામાં કુલ 7300 સ્ટેટ લૉ મેકર છે તેમાંથી 5 ટકા 30 વર્ષથી ઓછી વયના છે. જ્યારે વિશ્વમાં સૌથી નાની વયનાં સાંસદ કેનેડાનાં 19 વર્ષનાં પેરેલક ડિઝોલ્ટ છે.

હવે તેઓ પોતાની કોલેજમાં પ્રથમ સેમિસ્ટરનો પણ અભ્યાસ કરી રહ્યાં છે. પાણીનો બિઝનેસ કરનારા સાયરાના પિતા ક્રેક રિપબ્લિકન સ્ટેટ સેનેટર છે. તેમણે પુત્રીના અભિયાન માટે ગ્રાફિક ડિઝાઇનિંગ પણ કર્યું છે.
જોકે તેઓ જીતી ગયાં છે તેમ છતાં ફાઇનાન્શિયલ પ્લાનર બનવા માગે છે. સાથે જ એવું પણ કહે છે કે હું જ્યારે 6 વર્ષની હતી ત્યારથી જેટલી સમજ વિકસિત થઇ, ઘરમાં રાજકીય માહોલ જોઇને લાગતું હતું કે મને પણ કદાચ એક દિવસ એમાં રસ પડશે.
ફેસબુક પેજ પર તેમણે સ્પષ્ટ રીતે એન્ટી એબોર્શન અભિયાનના દમ પર ચૂંટણી લડી હતી. તેઓ કહે છે હું પોતાની વયના લોકોના અવાજના સ્વરૂપમાં નવા આઇડિયાજ પર કામ કરીશ. તેઓ નોકરીને સૌથી જરૂરી ગણે છે. અમેરિકી કોંગ્રેસમાં સરેરાશ વય 57 વર્ષ છે. જોકે સેનેટમાં આ 62 છે. આવી સ્થિતિમાં 18 વર્ષના આ લોકપ્રતિનિધિની તરફેણમાં 63 ટકા મત પડ્યા છે.