દુકાળનો સામનો કરનારાં બિયારણની શોધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકામાં આ વર્ષે પડેલા ગંભીર દુકાળને ધ્યાને લેતાં એવા બીજના સંશોધન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે કે જે ઓછા પાણીએ વધુ ઉત્પાદન આપી શકે. ૨૦૧૨ના દુકાળને કારણે ૧૮ અબજ ડોલરનું નુકસાન થવાની સંભાવના છે. પ૦ વર્ષના સૌથી વિકરાળ દુકાળે મકાઇના પાકને નિષ્ફળ કરી દીધો. એગ્રો કંપની મોનસેન્ટો જર્મન ફર્મ બાસ્ક સાથે મળીને ડ્રોટ ગાર્ડ નામના હાઇબ્રિડ બિયારણ અંગે સંશોધન શરૂ કરી દીધું છે. મોનસેન્ટોનું કહેવું છે કે સંકેત મળે છે કે પરંપરાગત બીજની તુલનામાં જેનેટિકલ મોડિફાઇડ (જીએમ) બીજથી દુકાળની સ્થિતિમાં ઉત્પાદન ચારથી આઠ ટકા વધી જશે. અમેરિકાના મકાઇ ઉત્પાદક પ‌શ્ચિ‌મી ક્ષેત્રમાં સેંકડો ખેડૂતો પરીક્ષણ માટે ડ્રોટગાર્ડને અજમાવતા થયા છે.