દરિયાઈ જીવસૃષ્ટિનો રાઝ હાથવેંતમાં, તૈયાર થશે તરતી લેબોરેટરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફ્રેન્ચ આર્કિટેક્ટ જૈકૂઝ રૌગિરેએ સી ઓર્બિટરની કોમ્પ્યૂટર છબિ તૈયાર કરી છે. 2014માં આ પ્રોજેક્ટ ઉપર કામ શરુ કરવામાં આવશે અને તેના પાછળ 334 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. આપણે વાત કરી રહ્યા છીએ દરિયામાં તરતી લેબોરેટરી વિશે. જી હા હવે દરિયાઈ જીવસૃષ્ટિના વણઉકેલાયા કોયડા હાથવેંતમાં હોવાનું માનવામાં આવે છે. દરિયામાં તરતી લેબોરેટરી માટેની ડીઝાઈન ફ્રેન્ચ આર્કિટેક્ટે તૈયાર કરી છે.

શું ફાયદો થશે
મરીન સાઈન્ટિસ્ટ્સ આ લેબ દ્વારા મેડિટરેનિયન સીમાં થતી વોલ્કેનિક હલચલની તપાસ કરશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મેડિટરેનિયન સીમાં આજે પણ એવું ક્ષેત્ર છે જ્યાં સુધી કોઈ પહોંચી નથી શક્યું. આ ક્ષેત્રમાં કેટલાક દુર્લભ જીવો રહેતા હોવાની શક્યતા છે. આવા દરિયાઈ જીવોની માહિતી મેળવવી અને ત્યાં જીવન કઈ રીતે સંભવ છે વગેરે બાબતોની માહિતી એકત્રિત કરવી મહત્ત્વની બની રહેશે.

ડૂબેલા વારસાની શોધખોળ
ફ્રેન્ચ અંજરવૉટર આર્કિઓલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ અને યુનેસ્કોના સહયોગથી પ્રાચીન વારસાની શોધખોણ પણ કરવામાં આવશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મેડિટરેનિયન સીના પેટાળમાં અસંખ્ય જહાજોનો કાટમાળ પડ્યો છે જ્યાં સુધી ડાઈવર્સ પહોંચી શક્યા નથી. આ ઉપરાંત દરિયામાં અનેક એવા ક્ષેત્ર છે જ્યાં સૂર્ય પ્રકાશ નથી પહોંચતો અને ચારે કોર અંધકાર છવાયેલો હોય છે ત્યાં પેટાળમાં ઉતરીને શોધખોળ હાથધરી શકાશે.

સી ઓર્બિટરની વધુ ખાસિયતો જાણવા અને તસવીરો જોવા સ્લાઈડ આગળ સ્ક્રોલ કરો...