તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજ્ઞાનીઓએ ૩-ડી બાયોનિક કાન પ્રિન્ટ કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય મૂળના વિજ્ઞાની સહિ‌ત વિજ્ઞાનીઓએ એક ૩-ડી બાયોનિક કાન પ્રિન્ટ કર્યો છે. આ કાન દ્વારા સામાન્ય માણસના કાનની સરખમાણીએ વધુ રેન્જના રેડિયો ફ્રિક્વન્સી તરંગો સાંભળી શકાય છે. પ્રિન્સ્ટોન યુનિવર્સિ‌ટી ખાતે વિજ્ઞાનીઓની ટીમે ઓફ-ધ-શેલ્ફ ટુલ્સનો ઉપયોગ કરીને કાનના કોષો અને નેનોપાર્ટિ‌કલ્સનું ૩-ડી પ્રિન્ટિંગ તૈયાર કર્યું છે જેમાં કાર્ટિ‌લેજ સાથેના નાન કોઈલ એન્ટેનાને જોડીને આખો બાયોનિક કાન તૈયાર કરવામાં આવ્યો છે.

મિકેનિકલ અને એરોસ્પેસ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર માઈકલ મેકઆલ્પાઈને જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં, બાયોલોજિકલ અને ઈલેક્ટ્રિકલ મટીરિયલને ભેગા કરવામાં મિકેનિકલ અને થર્મલ પડકારોનો સામનો કરવો પડે છે. અમારા સંશોધનમાં એક નવો અભિગમ સૂચવવામાં આવ્યો છે જેમાં જીવવિજ્ઞાનને ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો સાથે ચલાવીને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ સંશોધનમાં મેકઆલ્પાઈન ઉપરાંત ભારતીય મૂળના નવીન વર્માએ પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ બંને વિજ્ઞાનીઓ ઉપરાંત ટેફ્ટ્સ યુનિવર્સિ‌ટીના ફીઓ ઓમેનેટ્ટોએ બાયોલોજિકલ સેન્સર અને એન્ટેના સાથેનું 'ટેટ’ તૈયાર કર્યું હતું જે દાંતની સપાટી પર પણ ચોંટી શકે તેવું હતું. જોકે સંપૂર્ણપણે કામ કરતું હોય તેવું અંગ તૈયાર કરવા માટેનો આ તેમનો પ્રથમ પ્રયાસ હતો.

ત્રિપરિમાણમાં જોઈ શકે અને ફરી શકે તેવો રોબોટ તૈયાર કરાયો

લંડન: સંશોધકોએ એક એવો અતિ આધુનિક હ્યુમનોઈડ રોબોટ તૈયાર કર્યો છે જે તેની આસપાસની ત્રિપરિમાણિક સપાટીને ધ્યાનમાં રાખીને તેને જોઈ શકે છે અને તે અનુસાર હલનચલન કરે છે. આ રોબોટ કોઈપણ હલનચલન પહેલાં તે કઈ સ્થિતિમાં હતો તે યાદ પણ રાખી શકે છે.બ્રિસ્ટોલ યુનિવર્સિ‌ટીના સંશોધકોએ આ રોબોટને 'રોબોરે’ નામ આપ્યું છે.