તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઉદી અરબમાં ગેરકાયદેસર રહેતા ભારતીય સહિતના વિદેશી કામદારોની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાઉદી અરબમાં રોજગારીના નવા નિયમો લાગૂ થયા બાદ લાગુ કરાયેલી સામાન્ય માફીની અવધિ સમાપ્ત થયા બાદ સરકાર અવૈધ રીતે રહેતા વિદેશી કામદારોની ધરપકડ કરી રહી છે.
છેલ્લા ત્રણ મહિનામાં લગભગ દસ લાખ બાંગ્લાદેશી, ભારતીય, નેપાળી, પાકિસ્તાની, યમની અને અન્ય દેશોથી આવેલા વિદેશી કામદારો સાઉદી અરબ છોડી જતાં રહ્યાં છે.
રવિવારે સમય સીમા પૂરી થાય એ પહેલા જ લગભગ ચાલીસ લાખ કામદારોને સાઉદી અરબમાં કામ કરવાની પરમિટ મળી હતી. ઈન્ડોનેશિયાના અધિકારીઓના અનુસાર લગભગ ચાર હજાર ઈન્ડોનેશિયાઈ નાગરિકો જેદ્દામાં અટકાયતમાં રખાયા છે, તે લોકો પ્રત્યર્પણ કરવાની રાહ જોઈ રહ્યા છે. આ લોકો પોતાનો બધો સામાન લઈ એક ફ્લાઈઓવર નીચે એકઠા થયા હતાં અને પોતાને સરકારને હવાલે કરી દીધા હતાં.
આગળ વાંચો, સાઉદી અરબમાં અડધી વસ્તી તો કામદારોની