ઓસ્ટ્રેલિયાના મહિલા વડાપ્રધાનને વિદ્યાર્થીએ સેન્ડવીચ છૂટ્ટી મારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે એવા બનાવો સાંભળવામાં આવતા હોય છે કે રાજકારણીઓ પર જૂતાં ફેકવામાં આવ્યા. લોકો ગુસ્સે થાય તો ટામેટાં પણ ફેંકે. પણ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને એક નવા જ પ્રકારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયાની વડાપ્રધાન જુલિયા ગિલાર્ડ પર સેન્ડવીચ ફેંકવામાં આવી હોવાના બનાવે ભારે હોબાળો મચાવ્યો છે. જુલિયા પર સેન્ડવીચ ફેંકનાર એક વિદ્યાર્થી હતો. વડાપ્રધાનને વિદ્યાર્થીઓના ટોળાએ ઘેરી લીધા હતા અને આ બનાવ બન્યો હતો જોકે જુલિયાને સેન્ડવીચ વાગી નહોતી. સેન્ડવીચ જુલિયાના ચહેરાની નજીકથી નીકળી ગઇ હતી.


ઓસ્ટ્રેલિયાના દક્ષિણ બ્રિસ્બેનમાં આ બનાવ બન્યો હતો. વડાપ્રધાન જુલિયા ગિલાર્ડ માર્સડેન હાઇસ્કુલમાં સૌથી મોટી ટી ઇવેંટમાં ભાગ લેવા ગયા હતા. વડાપ્રધાન પર સેન્ડવીચ ફેંકનાર વિદ્યાર્થી થોમસનને 15 દિવસ માટે સ્કૂલમાંથી બરતરફ કરી દેવામાં આવ્યો છે.

કેવી રીતે કરવામાં આવ્યો હતો સેન્ડવીચ હુમલો? વાંચો આગળ

તસવીર સૌજન્ય : SEVEN NEWS