રશિયાની એનેસ્તાસિયા વિશ્વનાં સૌથી ખૂબસૂરત બાળકો પૈકી એક, જુઓ તસવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોસ્કો: રશિયાની એનેસ્તાસિયા નાયજેવા માત્ર 6 વર્ષની ઉંમરે જ વિશ્વની સૌથી ખૂબસૂરત બાળકી તરીકે ઓળખાવા લાગી છે. ભૂરી આંખો અને સુંદર ચહેરો ધરાવતી એનેસ્તાસિયાના ઇન્સ્ટાગ્રામ પર પાંચ લાખથી વધુ ફોલોઅર્સ છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની માતા એના ઓપરેટ કરે છે. એનેસ્તાસિયા ઘણી બ્રાન્ડ્સ માટે મોડલિંગ કરી ચૂકી છે. ઘણીવાર તેની તુલના ફ્રેન્ચ મોડલ થિલેન બ્લોન્ડ સાથે થાય છે. થિલેનને પણ 6 વર્ષની ઉંમરે જ સૌથી ખૂબસૂરત બાળકી ગણાવાઇ હતી અને ત્યારે તે ફ્રેન્ચ વૉગ માટે ફોટોશૂટ કરાવનારી સૌથી યંગ મોડલ બની હતી.

 

એનેસ્તાસિયાની માતા એના છેલ્લા દોઢ વર્ષથી તેની તસવીરો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર પોસ્ટ કરતી આવી છે, જેને સેંકડો કમેન્ટ્સ મળે છે. ઇન્ડોનેશિયાથી માંડીને બ્રાઝિલ સુધી તેના પ્રશંસકો છે. તેની એક તસવીર પર કમેન્ટ આવી- ઓ માય ગૉડ, આ વિશ્વની સૌથી સુંદર બાળકી છે. તેની આંખો કેટલી ખૂબસૂરત છે.


અન્ય એક કમેન્ટમાં લખ્યું હતું કે આ બાળકી તો ડૉલ જેવી લાગે છે, કેટલી ક્યૂટ છે. ઘણાનું તો એમ પણ માનવું છે કે એનેસ્તાસિયા મોટી થઇને રશિયન સુપરમોડલ ઇરિના શાયેકથી પણ વધુ લોકપ્રિય બનશે. જોકે, એના આ રીતે દીકરીની તસવીરો સોશિયલ સાઇટ્સ પર અપલોડ કરે છે તેનો કેટલાક લોકો વિરોધ પણ કરી રહ્યા છે. 


તેમનું કહેવું છે કે આટલી નાની દીકરીને આટલો બધો મેકઅપ કરી તેની પાસે મોડલિંગ કરાવી એના તેનું બાળપણ ખતમ કરી રહી છે. જોકે, એનેસ્તાસિયા એવી એકમાત્ર મોડલ નથી કે જેણે આવી ટીકાઓ સહન કરવી પડે છે. અગાઉ ક્રિસ્ટીના પિમેનોવાએ પણ 6 વર્ષની ઉંમરમાં મોડલિંગ કરવા બદલ ભારે ટીકાનો શિકાર બનવું પડ્યું હતું.

 

આગળની સ્લાઈડ્સમાં એનેસ્તાસીયાની જુઓ વધુ ખુબસુરત તસવીરો

અન્ય સમાચારો પણ છે...