તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીરિયામાં ISના ઠેકાણાંઓ પર રશિયાએ કર્યા બોમ્બર પ્લેનથી હુમલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પૂર્વ સીરિયાના ડેર-અર-જૌર પ્રાંતમાં રવિવારે રશિયાના છ લાંબા અંતરના ટીયૂ-22એમ3 બોમ્બર પ્લેન્સએ ઇસ્લામિક સ્ટેટના ઠેકાણાંઓ પર એર સ્ટ્રાઇક કરી. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, રશિયન ક્ષેત્રથી ઉડાણ ભરનાર આ બોમ્બર પ્લેનએ યુફ્રેટ્સ ખીણમાં આતંકવાદીઓના ઠેકાણાંઓને નિશાન બનાવ્યું. ઇસ્લામિક સ્ટેટના કબ્જાવાળા એક ગામની ઇમારતો પર રશિયાની એરસ્ટ્રાઇકમાં આજે સવારે 21 બાળકો સહિત 53 લોકોનાં મોત થઇ ગયા છે. બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે જણાવ્યું કે, ફરાત નદીના પૂર્વ તટ પર દીર એજોર પ્રાંતના અલ-શફહ ગામમાં હવાઇ હુમલા થયા છે. 


- રશિયાના રક્ષા મંત્રાલય અનુસાર, પશ્ચિમ સીરિયાના ફર્મિમિમ મિલિટરી સપોર્ટમાં ગોઠવાયેલા એસયુ-30એમએસ અને એસયુ-35એસ જેવા બોમ્બર પ્લેને પણ રશિયન બોમ્બર પ્લેનની સાથે આ મિશનમાં ભાગ લીધો. 
- ઉલ્લેખનીય છે કે, રશિયન સેનાએ નવેમ્બરથી શરૂઆતથી જ સીરિયામાં આતંકવાદીઓને નિશાન બનાવીને ડઝન હુમલાઓ કર્યા છે. રશિયન સંઘ પરિષદની રક્ષા અને સુરક્ષા સમિતિ અનુસાર, સીરિયામાં આઇએસની વિરૂદ્ધ આ લડાઇ વર્ષના અંત સુધી સમાપ્ત થઇ જશે. 
- ત્યારબાદ રશિયા પોતાની વાયુ સેનાની ટૂકડીઓને અહીંથી પરત બોલાવી લેશે. 

અન્ય સમાચારો પણ છે...