• Gujarati News
  • Rival Gangs Gearing Up For Battle After Egypt's Military Coup

આજે જુમ્માંની નમાઝ બાદ ઇજિપ્તમાં થશે ફરી ભડકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇજિપ્તમાં એક વરસ પહેલાં ચુંટાઇને રાષ્ટ્રપતિ બનેલા મોહંમદ મોરસીની હકાલપટ્ટી કરાયા બાદ મુખ્ય ન્યાયાધીશને કાર્યકરી રાષ્ટ્રપતિ તરીકે નીમી દેવાયા છે. સેનાના આ પગલં સામે મોરસીના સમર્થકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મોરસીની સેના દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

આજે શુક્રવાર છે અને જુમ્માની નમાઝ બાદ મોરસીના સમર્થકો મોટી સંખ્યામાં ઇજિપ્તના રસ્તાઓ પર ઉતરી આવશે. મોરસીના 300થી વધુ સાથીઓ સામે વોરંટ પણ ઇસ્યુ પણ કરવામાં આવ્યાં છે.

મુસ્લિમ બ્રધરહુડ પાર્ટીના સમર્થકો ગુસ્સામાં છે અને હિંસક દેખાવો કરે એવી શક્યતા છે. સેનાએ સંવિધાન પણ રદ કરી નાખ્યું છે. નવી ચુંટણી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

અત્યાર સુધી અથડામણોમાં 14 જેટલાં લોકોનાં મોત થયાં છે. અનેક મહિલાઓ પર બળાત્કારના બનાવો બન્યાં હતાં.