ન્યૂ જર્સીના ધારુન રવિ કેસમાં ભારતીય સમુદાયને રાહત

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધારૂન રવિ માટે લડત આપવા ભારતીય સમુદાયે આદરેલી ઝુંબેશની આગેવાની લેનાર સતિષ મહેતાણીએ કહ્યું કે જજ બર્મન સજા કરવાના મુદ્દે કદાચ અસંતુષ્ટ હતા. કદાચ તેઓ અડધા સાચા હતા પરંતુ અમે એવું માનીએ છીએ કે તેઓ સંપૂર્ણપણે સાચા હતા. છેવટે તેમની વિનંતી સ્વિકારાઈ અને જાદુ થયો. હજી લડત પૂરી થઈ નથી. -હજી લડત રહેશે ચાલુ -દેશ નિકાલનો વિરોધ કરાયો -ગે સમુદાયે કર્યો હતો વિરોધ સામેવાળા ઉપલી કોર્ટમાં અપીલ કરશે પણ અમને આશાનું કિરણ દેખાય છે. ૨૧ મે, ૨૦૧૨ના રોજ ભગવાને ભારતીય સમુદાયને કદાચ સૌથી શ્રેષ્ઠ ભેટ આપી છે. અન્ય નેતાઓએ પણ આ અંગે રાહતનો શ્વાસ લીધો છે. બર્મને કહ્યું કે, તેમનો નિર્ણય રવિના દેશ નિકાલનો નથી. રવી ભારતીય નાગરીક હોવા છતાં મોટાભાગે અમેરિકામાં રહ્યો છે અને એક ફરીયાદીના નિવેદનના આધારે તે ગુનેગાર ઠર્યો છે. એમ.બી. તરીકે જાણીતાં આ વ્યક્તિના નિવેદનને કોર્ટમાં વાંચી સંભળાવાયું હતું જેમાં દેશનિકાલનો વિરોધ કરાયો હતો. જોકે, અગ્રણી ગે અને લેસ્બીયન ચળવળકર્તાઓએ ન્યુ યોર્ક સીટી કાઉન્સીલ સ્પીકર ક્રિસ્ટીન ક્વીનને એક નિવેદનમાં જણાવ્યું છે કે, રવીને વધુ સજા કરવામાં આવે. જયુરીએ નોંધ્યું છે કે ન્યાય પ્રક્રિયા નિષ્ફળ ગઈ છે. ધારૂન રવિ ટેલરના મૃત્યુ માટે જવાબદાર છે. તેમ છતાં કોર્ટે તેને માત્ર ૩૦ દિવસની કેદ કરી છે. જેઓ તમામ માટે સમાન ન્યાયના સિદ્ધાંતમાં માને છે તેમના માટે આ પડકાર સમાન છે. ફરિયાદ પક્ષ ઉપલી કોર્ટમાં અપીલ કરશે તેને આવકારીએ છીએ. ક્વીનના નિવેદન છતાં રવીને કારણે ટેલરના મૃત્યુ થવા અંગે હજી શંકા છે. ન્યુ જર્સીના રહેવાસી રવી ઉપર તેના રૂમપાર્ટનરના મૃત્યુ માટે ગંભીર આક્ષેપ કરાયા નથી. રવીને ૩૦ દિવસ જેલની સજા કરાઈ હતી અને કાઉન્ટી જેલમાં તેણે તે ભોગવવાની રહેશે. પરંતુ રવિ માત્ર ૨૦ દિવસ જ સળીયા પાછળ રહેશે. કારણ કે અમેરિકાના નિયમ પ્રમાણે જે કેદીને ૩૦ દિવસની સજા થાય તેને સારા વર્તન માટે ૧૦ દિવસની ક્રેડીટ મળી જાય છે. મિડલસેક્સ કાઉન્ટીના પ્રોસીકયુટર બ્રુસકેપ્લાને સજાને અપૂરતી ગણાવી હતી. ફર્સ્ટ આસીસ્ટન્ટ પ્રોસીકયુટર જુલીયા મેકલીયોરે કહ્યું કે તેઓ સજા સામે અપીલ કરશે. રવીને જ્યારે જેલમાં લવાયો ત્યારે તેને એક કોટડી ફાળવાઈ હતી.રવિની તબીબી અને માનસીક તપાસ કરાશે. ત્યારબાદ તેને જગ્યા ફાળવાશે. તેનું કાઉન્સલીંગ પણ કરાશે. ૧૫/૧૦ ફૂટના રૂમમાં બે વ્યક્તિ તેનું કાઉન્સલીંગ કરશે. કદાચ તેને ૧૦/૨૦ ફૂટના કયુબીકલ્સમાં પણ રખાશે. સપ્તાહમાં એકવાર ૨૦ મિનિટ સુધી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેદીના સંબંધીની મુલાકાત કરાવાય છે. મહિનામાં એકવાર કેદીઓ તેમના મિત્રો અને સંબંધીઓને રૂબરૂ મળી શકે છે.