તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકાના પરમાણુ પ્લાન્ટના 13 કર્મચારીઓને રેડિએશનની અસર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂ મેક્સિકોના અન્ડરગ્રાઉન્ડ પરમાણુ વેસ્ટ સાઈટના 13 કર્મચારીઓને રેડિએશનની અસર થઈ હોવાનું પરીક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે.

આ કર્મચારીઓને આ પ્રકારના રેડિયોએક્ટિવ કચરામાં રહેલા આઈસોટોપ એમેરિસીયમ-241ની અસર થઈ છે. આ વેસ્ટ ટ્રાન્સ્યુરેનીક વેસ્ટ કહેવાય છે, જેમાં મુખ્યત્વે પ્લુટોનિયમ હોય છે. આ પ્રકારના પદાર્થ મુખ્યત્વે ન્યૂ મેક્સિકો ખાતે દેશના પ્રથમ અન્ડરગ્રાઉન્ડ ભંડારમાં જોવા મળે છે.

સ્મોક ડિટેકટરમાં પણ રેડિયોન્યુક્લાઈડ હોય છે, ઉપરાંત પરમાણુ હથિયારોના ઉત્પાદનમાં પણ તેનો સમાવેશ થાય છે.

ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના વેસ્ટ આઈસોલેશન પાયલોટ પ્લાન્ટના મેનેજર જોસ ફ્રાન્કોએ ગઈકાલે જણાવ્યું હતું કે અસર ખૂબ જ ઓછી હોવાની શક્યતા છે અને વધુ પરીક્ષણની જરૂર છે.

હવામાં આ પ્રકારના પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાની શક્યતા છે. 14 ફેબ્રુઆરીએ હવામાં રેડિએશન શોધી કઢાયા બાદ તરત ડબ્લ્યુઆપીપીની વેન્ટિલેશન સિસ્ટમ આપમેળે ફીલ્ટ્રેશન મોડમાં આવી ગઈ હતી. આ સમયે અન્ડરગ્રાઉન્ડ પ્લાન્ટમાં એકેય વ્યક્તિ ફરજ બજાવતી ન હતી, એમ પ્લાન્ટમાં ફરજ બજાવતાં અધિકારીઓએ જણાવ્યું હતું.

ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના અધિકારીઓએ જણાવ્યું હતું કે માનવીય આરોગ્ય કે પર્યાવરણને તેનાથી કોઈ જોખમ નથી.

આ કર્મચારીઓના મિત્રો કે પરિવારજનોને પણ કોઈ જોખમ નથી, એમ જણાવી ફ્રાન્કોએ ઉમેર્યું હતું કે આગામી અઠવાડિયાઓમાં વધુ સેમ્પલ લેવામાં આવશે. પ્રાથમિક નમુનાની તપાસના 12 કલાકમાં જ કર્મચારીઓને આની માહિતી આપી દેવાઈ હતી.

રેડિએશનની ખબર પડી ત્યારે કર્મચારીઓ ઓવરગ્રાઉન્ડ ફરજ બજાવી રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો