કતરના રણમાં અનાજ અને પાણીની ખેતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાડીના આરબ દેશોના રણપ્રદેશને હર્યાભર્યા બનાવવા માટે અનોખી યોજનાઓ સામે આવતી રહે છે.૧૯૭૭માં સાઉદીના એક રાજકુમારે ગ્લેશિયરની મદદથી સાઉદીની પાણીની તરસ છીપાવવા સૂચવ્યું હતું.વિજ્ઞાનીઓ લાંબા સમયથી સૂકી ધરતી પર પાક ઉગાડવાના પડકારને પહોંચી વળવા વાદળાંમાંથી પાણી વરસાવવા ,વૃક્ષોની દીવાલ ઊભી કરવા સહિ‌તના ઉપાય કરી ચૂક્યા છે.
વિશ્વમાં ધરતીનો ૪૧ ટકા હિ‌સ્સો સૂકો છે અને તે વિસ્તારમાં બે અબજ લોકો વસે છે.જળવાયુ પરિવર્તનની આશંકાએ ગ્લોબલ ખાદ્ય સંકટનો ભય ઊભો કરી દીધો છે.કતરમાં આ ખતરાને અનુભવી શકાય છે.અહીં એકપણ નદી કે સરોવર નથી. વર્ષમાં માત્ર ૨.૯ ઇંચ પાણી વરસે છે.
કતર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાર્યક્રમના પ્રમુખ ફહદ બિન મોહંમદ અલ અત્તિયા પોતાના દેશને અનાજના મુદ્દે સંપૂર્ણ સ્વનર્ભિર કરવાનું સ્વપ્ન જુએ છે.તેમને આશા છે કે આગામી ૧૨ વર્ષમાં કતર પોતાના અનાજની જરૂરિયાતનો અડધો હિ‌સ્સો પોતે પેદા કરી લેશે.હાલમાં તે જરૂરિયાતનો ૯૦ ટકા હિ‌સ્સો આયાત કરે છે.
રણપ્રદેશમાં ખેતીના પ્રોજેક્ટનું બજેટ ૩૦ અબજ ડોલર છે.તે પ્રોજેક્ટ અંતર્ગત સમુદ્રના ખારાપાણીને સાફ કરીને પાકને પાણી પૂરું પાડવાની અને માઇલો લાંબા ગ્રીન હાઉસ ઊભા કરવાની યોજના છે. સમુદ્ર તટો પર પાણીમાંથી મીઠું અલગ કરવાના પ્લાન્ટ સૂર્યઊર્જા‍થી ચલાવવામાં આવશે.