અહીંયા બાપ જ શીખવે દીકરાને નશો કરતા, છ વર્ષના ટેણીયાઓ લગાવે કશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(યમનના એક ઘરમાં નશો કરતા બાળકો )
સાના. દેખાવમાં સામાન્ય લીલાં પાંદડાની થોકડીઓ આફ્રિકાના કેટલાંય દેશોના માર્કેટમાં વેચાય છે. આ પાંદડાને 'ખાત' (khat) છે, તેની સ્વાસ્થ્ય પર અત્યંત ગંભીર અસર થતી હોય છે. યુકેમાં આ વર્ષે જ ખાસ પર પ્રતિબંધ લગાવાવમાં આવ્યો છે. યમનના પાટનગર સાનામાં પણ ઠેર-ઠેર ખાત વેચાય છે. આ પાંદડા એક પ્રકારનું ડ્રગ્સ છે, જે માણસને નશામાં રાખે છે.
પાંદડાનું નિયમિત સેવન કરતાં લોકોને નશાની સાથે આ પાંદડા મોંના રોગ, દાંતની સમસ્યા, કેટલાંક કિસ્સામાં માનસિક બીમારી જેવી ઘાતક બીમારી પણ થતી હોય છે. અહીંયા છ વર્ષના બાળકોને પણ જાહેરમાં નશો કરતાં જોઇ શકાય છે.
ફોટોગ્રાફર એરિક લાફોર્જે યમનની મુલાકાત લીધી હતી. તેણે પોતાના અનુભવ અંગે લખ્યું હતું કે, યમનના પર્વતીય વિસ્તારોમાં છથી સાત વર્ષના બાળકોને તેમના પિતા જ ખાતના પાંદડા આપે છે ને નશો કરતા શીખવે છે. અહીંયા કેટલાય બાળકો હુક્કા પીતા હોય છે. નાની વયે આ પાંદડાનું સેવન શરૂ કરવાથી બાળકો પણ વ્યસની બને છે.
આગળ વાંચોઃ ખાતના વ્યસનથી બીમાર થયેલા લોકોને કેટલાંય ઘરોમાં બાંધીને રાખવામાં આવે છે