• Gujarati News
  • Tension Rise Between Russia And European Countries At G 20

અમેરિકા-યુરોપને આંખો દેખાડનારા પુતિનઃ ઉંઠે મોડા, પાણીમાં કરે દેશની ચિંતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશલ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં યોજાઈ રહેલી G-20 મીટમાં રશિયા અને પશ્ચિમના રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે. યુક્રેનમાં વિદ્રોહીઓને સમર્થન આપવા તેમજ મલેશિયન વિમાન MH-17ને તોડી પાડવાના યુક્રેનીય વિદ્રોહીઓના કારસામાં રશિયાએ નિભાવેલી ‘મોટા ભા’ની નીતિ સામે પશ્ચિમના રાષ્ટ્રોમાં ભારે આક્રોશ મળી રહ્યો છે. યુરોપીયન યુનિયન દ્વારા રશિયા પર વધુ નિયંત્રણો મુકવાની ચીમકી ઉચ્ચારાઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ટોની એબોટ દ્વારા પુતિનને MH-17માં માર્યા ગયેલા લોકોની માફી માગી વળતર ચુકવવા કહ્યું હતું. જે બાદ રશિયાએ ઓસ્ટ્રેલિયા તરફ યુદ્ધ જહાજો મોકલી દીધા હતા. જે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયાં છે. પાવર બતાવતા પુતિને કહ્યું છે કે ‘અમે જ્યાં હોઈશું, ત્યાં યુદ્ધ વિમાનો હશે.’. આ બધી ઘટનાઓથી વધુ એક વખત પુરવાર થયું છે કે અમેરિકા કે યુરોપીયન રાષ્ટ્રોને પુતિન ગાઠતા નથી. ત્યારે અહીં પુતિનની લાઈફ સ્ટાઈલ રજૂ કરાઈ રહી છે.

તાજેતરમા જ અમેરિકાના વીકલી ન્યૂઝ મેગેઝીન ‘ન્યૂઝ વીક’એ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર કવર સ્ટોરી છાપી હતી. જેમાં પુતિનના રૂટિન સાથે સંકળાયેલ રસપ્રદ વાતો જણાવવામાં આવી છે. જેમાં પુતિનના મોડા ઉઠવાથી માંડીને સ્વિંમિંગ પુલ પર કરવામાં આવતી દેશની ચિંતા વગરે પાસાઓ રજુ કરાયા હતાં.
સવારની શરૂઆત

પુતિન સવારે મોડા ઉઠે છે અને બપોર પછી જ ભોજન લે છે. તેઓ નાસ્તામાં કોટેજ ચીઝ, આમલેટ અને પોરિઝ (દલિયા જેવી વસ્તુ) ખાય છે. તેમને તીતર જેવા પક્ષીના ઉંડા અને જ્યૂસ પીવું ખૂબ પસંદ છે. પુતિનને પીરસવામાં આવતું ભોજન તાજું હોય તે વાતની અધિકારીઓ ખાસ કાળજી રાખતા હોય છે. રશિયાના ધાર્મિક નેતા પૈર્ટિયાર્ચ ક્રિલના ખેતરમાંથી તાજા ફળો દર મંગળવારે મંગાવવામાં આવે છે. હળવા નાસ્તા પછી પુતિન કોફી પીવે છે.

પાવરફૂલ પુતિનની લાઈફસ્ટાઈલ અંગે અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ