ક્રીમિયા સિવાય સમગ્ર યુક્રેનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી, રશિયા સમર્થકોનો કાંકરીચાળો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચેના વિવાદનું કારણ બનેલા યુક્રેનમાં આજે રાષ્ટ્રપતિ પદ માટે ઇલેક્શન થઇ રહ્યું છે. ચૂંટણી પ્રચાર શનિવારથી અટકાવવામાં આવ્યો છે. મતદાનનું પરિણામ સોમવારે આવી જવાની શક્યતા છે.

મતદાન કેન્દ્રો પર ઓર્ગેનાઇઝેશન ફોર સિક્યોરિટી એન્ડ કો ઓપરેશન ઇન યુરોપના 1,000થી નિરિક્ષકોની ગોઠવણી કરવામાં આવી હતી, પરંતુ સુરક્ષાના ડરથી પૂર્વીય દોનેત્સ્ક વિસ્તારમાંથી ચૂંટણી નિરીક્ષકોને હટાવી લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કેટલાક રશિયન સમર્થકોએ લોકોને મતદાન કરતાં રોકવા માટે ચેતવણી આપી હતી. ચૂંટણી દરમિયાન સિક્યોરિટી માટે 75,000થી વધુ પોલિસ તથા સ્વયંસેવકોને ગોઠવણ કરવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર, કેટલીક જગ્યાએ બંદૂકની અણી પર બૂથ કેપ્ચરિંગનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો.
યુક્રેનનું ક્રીમિયા પચાવી પાડનાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કહ્યું હતું કે, રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામનું સમ્માન કરશે. રશિયાએ યુક્રેનની નવી સરકાર સાથે મળીને કામ કરવાની ઇચ્છા દર્શાવી હતી.

ક્રીમિયામાં ચૂંટણી કેમ ન યોજાઇ, જાણવા માટે સ્લાઇડ બદલો
(તસવીરમાં પૂર્વ પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તાયમોશેન્કો, નીપ્રોપેટ્રવ્સ્ક પોલિંગ બૂથ પર મતદાન કરતા દેખાય છે)