• Gujarati News
  • Magnitude 7.0 Quake Strikes West Of Provincial Capital Jayapura

ઈન્ડોનેશિયા: પપુઆમાં 7.0 મેગ્નિટ્યુડનો ભૂકંપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઇન્ડોનેશિયામાં 7નો ભૂકંપ, એક બાળકનું મોત

જયાપુર (ઇન્ડોન્શિયા): ઇન્ડોનેશિયાના પાપુઆ પ્રાંતના પાટનગર જયાપુરથી 250 કિમીના અંતરે પશ્ચિમમાં મંગળવારે સવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા સાત મપાઇ હતી. તેને પગલે અનેક ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું હતું. રસ્તાઓ પર પણ મોટી તિરાડો પડી હતી.

એક કિશોરનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે.ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તાર અંતરિયાળ હોવાથી ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.રાહતકર્મીઓ ત્યાં પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે. તે પછી જ વાસ્તવિક વરસાદનો અંદાજ માંડી શકાશે. અમેરિકી જિયોલોજિકલ સર્વેએ જણાવ્યા મુજબ ભૂકંપ કેન્દ્ર 52 કીમી ઉંડાણે હતું.

આચેહમાં ભૂકંપે 1,70,000નો ભોગ લીધો હતો

ઇન્ડોનેશિયાના આચેહમાં 2004માં ભૂકંપના ભીષણ આંચકા અનુભવાયા હતા. તે ભૂકંપે 1,70,000 લોકો નો ભોગ લીધો હતો. તે સમયે આવેલા સુનામીએ હિન્દ મહાસાગરમાં હજારો લોકોનો ભોગ લીધો હતો.