અમેરિકા ચાલ્યું આડુ: હવે મુસ્લિમ વિરોધી જાહેરાત કરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં જેહાદ વિરોધી જાહેરાતાનો પોસ્ટર લગાવાયાઅમેરિકામાં બનેલી ઈસ્લામ વિરોધી ફિલ્મને લીધે મુસ્લિમ રાષ્ટ્રોમાં ફાટી નિકળેલો આક્રોશ ઠંડો થવાનું નામ નથી લેતો ત્યાં ફરી એક વખત અમેરિકામાં મુસ્લિમ અને આરબ લોકો વિરુદ્ધની જાહેરાતને લઈને હોબાળો મચી જવા પામ્યો છે.ન્યૂયોર્ક શહેર ખાતે ભૂમિગત્ત રેલ્વે સ્ટેશનોમા લગાવવામાં આવેલી જાહેરાતના પોસ્ટર્સમાં ઉપયોગ કરાયેલી ભાષાને લઈને કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો છે. આ જાહેરાતમાં જણાવાયું છે કે, સભ્ય અને અસભ્ય લોકો વચ્ચે ચાલી રહેલી કોઈ પણ લડાઈમાં સભ્ય વ્યક્તિનું જ સમર્થન કરો. આ વાક્ય નીચે બે સ્ટાર ઑફ ડેવિડ વચ્ચે લખવામાં આવ્યું છે કે, ‘ઈઝરાયેલનું સમર્થન કરો, જેહાદને પરાજિત કરો’ન્યુયોર્ક ટ્રાન્ઝિસ્ટ દ્વારા પહેલા તો આ જાહેરાતો લગાવવાની એમ કહીને મનાઈ કરી દેવામાં આવી હતી કે, આમા વાપરવામાં આવેલી ભાષા કેટલાક લોકો વિરુદ્ધની છે અને નસ્લભેદી છે. પરંતુ જ્યારે આ મુદ્દો અમેરિકાની અદાલત સુધી પહોંચ્યો ત્યારે કોર્ટ દ્વારા આદેશ કરાયો કે, અમેરિકન સંવિધાનના પ્રથમ સંશોધન અંતર્ગત વિચારો રાખવાની આઝાદીના અધિકાર સંબંધિત મામલો છે. અને તે બાદ જાહેરાત પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.હવે આ જાહેરાત સોમવારથી ન્યયોર્કની ભૂમિગત્ત રેલ સેવાના 10 સ્ટેશન્સ પર લગાવવામાં આવશે. આ જાહેરાત એક અમેરિકન સંસ્થા અમેરિકા ફ્રિડમ ડિફેન્સ ઈનિશિયેટિવ દ્વારા જાહેર કરાઈ છે. આ સંસ્થાના નિર્દેશક પેમ ગેલર સંબંધિત જાહેરાત બાબતે જણાવે છે કે, “જાહેરાતમાં માત્ર જેહાદનો જ ઉલ્લેખ કરાયો છે. જે બધા જ મુસ્લિમોને લાગુ નથી પડતું. જે એમ કહે છે કે, આ જાહેરાત બધા જ મુસ્લિમોનો વિરોધ કરે છે તે જ ખરેખરમાં ઈસ્લામ વિરોધી છે. અને હું નથી માનતી કે બધા જ મુસ્લિમો જેહાદી છે અથવા તો ઈઝરાયેલના દુશ્મન છે.”જોકે, કેટલાક મુસ્લિમો અને અન્ય સમુદાયના લોકોને પણ સંબંધિત ભાષા પ્રત્યે વાંધો છે. તેઓનું માનવું છે કે, જાહેરાતમાં ઉલ્લેખ કરાયેલી ભાષા આરબ અને મુસ્લિમ લોકોના વિરોધમાં છે. નફરત ફેલાવનારા સંગઠન કાઉન્સિલ ઑન અમેરિકન ઈસ્લામિક રિલેશન્સના સભ્ય મુનીર આવાદ જણાવે છ કે “અમે વિચારોની અભિવ્યક્તિ સંબંધિત અધિકારોને સંપૂર્ણ રીતે માન્યતા આપીએ છીએ. અમે ગેલન અને તેની સંસ્થાના ક્ટટર અને જાતિદ્રોહી હોવાના અધિકારને પણ સમજીએ છીએ.”અમેરિકામાં ઈઝરાયેલું સમર્થન કરનારા યહુદીઓની એક સંસ્થા એન્ટી ડિફેમેશન લીગના માઈકલ સેલબર્ગ જણાવે છે કે, “આ સંસ્થા અમેરિકન ફ્રિડમ ડિફેન્સ ઈનિશિયેટીવ પોતાની જાતને ઈઝરાયેલના સમર્થકના રૂપમાં રજૂ કરે છે.” તે કહે છે કે, “પરંતુ અમે સમજીએ છે કે, તે ખોટી બયાનબાજીથી કામ લઈ રહી છે. આ મુસ્લિમ વિરોધી કાર્યકર્તાઓનું એક સંગઠન છે. જે જાહેરાત આ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવી છે. તે અપ્રિય અને લોકોનો આક્રોશ કરાવનારી છે. ”