તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્દીને ઉઠાવવા આવ્યું હતું ભૂત પરંતુ CCTV કેમેરામાં થઈ ગયું કેદ, જુઓ વીડિયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ હોસ્પિટલના રાતના સમયના આ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ભૂત કેમેરામાં કેદ થયું હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. અહીં એક સ્ટ્રેચર પોતાની મેળે જ આગળ જતું દેખાય છે. જે હોસ્પીટલમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગયું હતું. આ હોસ્પિટલ આર્જેન્ટિનાની છે અને અનેક લોકોનું માનવું છે કે તે ભૂત કે આત્મા જ હતી. ઘણા લોકોએ તે પવનથી આગળ સરક્યું હોવાની વાત કરી. જો કે સ્ટ્રેચરની બાજુમાં રહેલા વૃક્ષો હાલતા દેખાતા નથી તેથી પવનની કોઈ શક્યતા જ નથી. વીડિયોએ એટલી બબાલ મચાવી કે આર્જેન્ટિનાની હોમ મિનિસ્ટ્રીએ તેનો ખુલાસો કરવો પડ્યો. ખુલાસામાં તેમણે કહ્યું કે બે કર્મચારીઓએ સ્ટ્રેચરને દોરડું બાંધીને ખેંચ્યું હતું. જો કે તેના સીસીટીવીમાં ક્યાંય દોરડું પણ દેખાતું નથી. જેથી ભૂત હોવાની લોકોની શંકા વધારે દ્રઢ બની હતી. લોકોનું માનવું છે કે તે દર્દીને ઉઠાવવા માટે આવ્યું હતું. જો કે આ વીડિયોની સત્યતાની ખરાઈ કરી શકાઈ નથી. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો