તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Politician Caught Looking At Photograph Of Nude Woman In Magazine During MPs' Debate In Spain

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પેનની સંસદમાં મહત્વપૂર્ણ મુદ્દો ચર્ચાતો હતો, પણ નેતાજી મોડેલનાં નગ્ન ફોટા જોતા હતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પેનનાં એક રાજકારણી સંસદનાં સત્ર દરમિયાન રાજકીય ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જગ્યાએ મેગેઝીનમાં નગ્ન યુવતિનાં ફોટોગ્રાફ્સ જોતા ઝડપાઇ ગયા હતા.

સ્પેનમાં સ્વાયત્ત સમુદાય કેન્ટાબેરિયાનાં પૂર્વ પ્રમુખ મિગુલ એન્જલ રીવિલા જ્યારે સોમવારે ક્ષેત્રનાં સંસદીય સત્ર દરમિયાન મેગેઝીનમાં ગિટાર વગાડતી નગ્ન છોકરીની તસવીરો જોઇ રહ્યા હતા,ત્યારે જ તેમનો ફોટોગ્રાફ લઇ લેવાયો હતો.

71 વર્ષનાં આ રાજકારણીનો ફોટો સ્થાનિક અખબારનાં ફોટોગ્રાફરે લીધો હતો. ફોટોગ્રાફમાં જોઇ શકાય છે કે તે ઇન્ટરવ્યુ નામનાં મેગેઝીનની કોપીને ઓફિશીયલ બાઇન્ડિંગ સાથેનાં કવરમાં છૂપાવીને જોઇ રહ્યા છે. આ મેગેઝીનમાં ઘણી વાર નગ્ન કે અર્ધનગ્ન મોડેલન્સનાં ફોટોગ્રાફ્સ હોય છે.

આ ફોટોગ્રાફને તરત જ ટ્વિટર પર અપલોડ કરાતા તે વાયરલ બન્યો હતો. આ જોઇને ઘણા લોકોએ આ દેશનાં પૈસામાંથી કમાણી કરતા હવા છતાં અનુચિત કાર્ય કરવા બદલ નેતાની ઝાટકણી કાઢી છે.

પોતાનું અપકૃત્ય પકડાઇ જતાં ગુસ્સામાં લાલઘુમ થયેલા રિવીલાએ આ ઘટનાને નોંધપાત્ર ન હોવાનું જણાવ્યું હતું. નેતાએ કહ્યું હતું કે તે તો ફક્ત કાજા મેડ્રિડ બેન્કનાં પ્રમુખ મિગુલ બ્લેસાનાં ભાવિ અંગેનો ખાસ આર્ટીકલ શોધવા માટે મેગેઝીનનાં પાના ઉથલાવી રહ્યા હતા.

ફ્રાન્સમાં બે સાંસદો ગયા વર્ષે સંસદમાં આઇપેડ પર ગેમ રમતા સામે આવ્યા હતા- વાંચો આગળ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો