ન્યૂયોર્કઃ ટૂંક સમયમાં જ ફેમસ થયેલી સ્માર્ટફોન ગેમ પોકેમોન ગોનો દુનિયાના કેટલાક દેશોમાં વિરોધ થઈ રહ્યો છે. આ અઠવાડીયે વઘુ 26 દેશમાં ગેમ લોંચ કરવામાં આવી છે પરંતુ કેટલાક દેશો સિક્યોરિટી, ધાર્મિક માન્યતાના આધારે ગેમનો વિરોધ કરી રહ્યાં છે. સાઉદી અરેબિયામાં પોકેમોનને ગેર-ઈસ્લામિક ગણાવી તેની વિરોધમાં ફતવો જાહેર કરવામાં આવ્યો છે.
શું છે પોકેમોન ગો ગેમ?
- પોકેમોન ગો એક ઓગમેન્ટેડ રિયાલિટી અને જીપીએસ બેઝ્ડ ગેમ છે, જેને Niantic Labsએ બનાવી છે.
- આ ગેમ મોબાઈલનો કેમેરા અને ક્લોકના ઉપયોગથી કામ કરે છે.
- ફોન કેમેરો ચાલુ થતા જ સામે પોકેમોન દેખાશે જેને પકડવાનું હોય છે.
- પોકેમોન ગો પોકેટ મોન્સ્ટર (Pocket Monster)નું શોર્ટ ફોર્મ છે.
- આ ગેમમાં વર્ચ્યૂલ દુનિયામાં અલગ અલગ રૂપમાં નાના-નાના શેતાનોને પકડવાનું હોય છે. જેનાથી પોઈન્ટ્સ વધે છે.
- ભારતમાં આ ગેમનું હજી ઓફિશિયલ લોન્ચિંગ નથી થયું.
કેમ થઈ રહ્યો છે વિરોધ
- ઈન્ડોનેશિયામાં આ ગેમને નેશનલ સિક્યોરિટી માટે ખતરા સમાન ગણાવવામાં આવી રહી છે.
- કુવૈત સરકારે વેબસાઈટ્સ પર આ એપનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
- ઈજિપ્તમાં એક કોમ્યુનિકેશન ઓફિશિયલે કહ્યું કે આ ગેમને ઝડપથી બંધ કરવી જોઈએ.
- આ ગેમ પર સિક્યોરિટી સાઈટ્સના ફોટો-વીડિયો શેર કરવામાં આવી રહ્યાં છે.
- જ્યારે કોઈ યૂઝર્સ આ ગેમને ડાઉનલોડ કરે છે તો ટેગ લાઈન આવે છે કે પોકેમોન દુનિયાના કોઈપણ ભાગમાં મળી શકે છે.
- ઈજિપ્ત ડિફેન્સ એન્ડ નેશનલ સિક્યોરિટી ઓફ પાર્લામેન્ટ કમિટિના મેંબર હામિદ બખીતે કહ્યું કે ઈન્ટેલિજેન્સી વોરમાં સ્પાઈ એજન્સી પોકેમોન ગોનો એક નવા હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે.
- રશિયાની એક વેબસાઈટ્સે એક આર્ટિકલ પબ્લિશ કરી દાવો કર્યો કે આ અમેરિકાની એજન્સી CIAની ચાલ છે.
- રશિયન ઓફિસરે આ ગેમને લઈને વોર્નિંગ પણ આપી છે.
- કહેવામાં આવી રહ્યું છે કે જો પોકેમોન ગેમમાં પ્લેયર્સ એટલો મગ્ન થઈ જાય છે કે તેની સાથે ક્યારેય પણ દુર્ઘટના ઘટી શકે છે.