• Gujarati News
  • Close Coordination Is Important Not Just For Also Addressing The Challenge Of Black Money – PM

મોદીનું G-2O Summitને સંબોધન : કાળાં નાણાં પાછા લાવવા વાત છેડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મોદી G-2O Summit ખાતે)
બ્રિસ્બેન : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિસ્બેન ખાતે G-2O Summitને સંબોધન કર્યું હતું. તેમણે Delivering Global Economic Resilience અંગે દુનિયાભરના નેતાઓ સમક્ષ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દરેક દેશોની પોતાની પ્રાથમિક જરુરિયાતો હોય છે પણ એકબીજાના સંકલ સાથે કરાયેલા નિર્ણેયો લાંબા ગાળા માટે બહુ લાભદાયી નિવડતા હોય છે. દુનિયાની મુખ્ય આર્થિક મહાસતાઓ વચ્ચે આંટરિક સંકલનની તાતી જરુરિયાત છે. તેમણે કાળાં નાણાં મામલે પણ સંકલનને અગત્યનું પરિબળ ગણાવ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે આપણી નાણાંકીય પધ્ધતિમાં સ્થિતિસ્થાપકતા માટે સાયબર સિક્યુરિટી પણ એટલી જ મહત્વની છે. તેમણે Base Erosion & Profit Shifting (BEPS) પર ભાર મુક્યો હતો.
વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાના નાયબ વડાપ્રધાન અને પ્રિંસ સલમાન બિન અબ્દુલઝીઝ અલ સૌદ સાથે મુલાકાત કરી હતી. સાઉદીના રાજાએ મોદી સાથે ચર્ચા કરી જણાવ્યું હતું કે મિત્ર દેશના PM ને ઘણી જ શુભેચ્છાઓ. અમે દરેક ક્ષેત્રે ભારત સાથે સહકારથી કામ કરવા તૈયાર છીએ.