• Gujarati News
  • PM Modi Arrives In Suva, Received By PM Frank Bainimarama

Live: PM મોદીનું ફીજીમાં જોરદાર સ્વાગત, સંસદને સંબોધશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ફિજીની રાજધાની સુવા ખાતે મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું, આ સમયે મોદીને જોવા હાજર લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી હતી)
સૂવા. વડાપ્રધાનની 10 દિવસીય ફિજી યાત્રાનો અંત આવ્યો છે. ફિજીના સુવા એરપોર્ટ ખાતે ગ્રાન્ડ સેન્ડ ઓફ આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના દસ દિવસીય વિદેશ પ્રવાસના અંતિમ પડાવમાં ઓસ્ટ્રેલિયાથી ફિજી પહોંચ્યા હતા. ફિજીમાં મોદીએ સંસદને સંબોધિત કરી હતી. આ સંબોધનની સાથે મોદી દુનિયાના પ્રથમ આંતરરાષ્ટ્રીય નેતા બની ગયા જેણે ફિજીની સંસદને સંબોધિત કરી હોય. પોતાના સંબોધનમાં મોદીએ ફિજીને ભારત તરફથી 70 મિલિયન ડોલરની મદદ આપવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ફિજીના ગામડાઓના વિકાસ માટે 50 લાખ ડોલરની જાહેરાત કરી હતી. તેમણે ફિજીના નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલની પણ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ફિજીની વચ્ચે આગમનને સરળ બનાવવું જોઇએ.

નરેન્દ્ર મોદીએ ફિજીને વીજળીની ભેટ પણ આપી. મોદીએ કહ્યું કે ભારત ફિજીમાં ઉર્જા સંયત્ર લગાડવા માટે 7 કરોડ યૂએસ ડોલરની મદદ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત માટે ફિજીનું હંમેશા વિશેષ સ્થાન બની રહેશે. મોદીએ ફિજી સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરી હતી. ત્યારબાદ બન્ને દેશો વચ્ચે ત્રણ મુદ્દાઓ પર કરાર કરવામાં આવ્યા હતા.
રક્ષા, સંસ્કૃતિ અને આઈટી સેક્ટર સાથે સંકળાયેલો મુદ્દાઓ પર કરાર કરવામાં આવ્યા હતા. જેમાં દિલ્હી ખાતે નવી ચાન્સેલર કચેરી બનાવવા માટે જમીન આપવી અને ઉર્જા સંયત્ર લગાડવા માટે સાત કરોડ યુએસ ડોલરની સહાયના કરાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ફિજીના પ્રધાનમંત્રીએ ખેતી, વ્યાપાર, સ્વાસ્થ, પાણી, રમત ગમત અને વિકાસના અન્ય ક્ષેત્રોમાં વધુ 15 કરાર ટૂંક સમયમાં કરવાની જાહેરાત કરી હતી.

સંસદને સબોધિત કરતા મોદીએ કહ્યું કે, હું ફિજીનો સફળ ચૂંટણી માટે અભિનંદન પાઠવું છું. ફિજી અને ભારતની વચ્ચે એક સમાનતા એ છે કે બન્ને દેશોની સંસદમાં મહિલા સ્પીકર છે. લોકતંત્ર ફિજી અને ભારતને જોડે છે. ફિજીનો વિકાસ એક મહાન વિઝન સાથે એક નાના દેશને આગળ વધારવાનું એક ઉત્તમ ઉદાહરણ છે. ફિજી જળવાયુ પરિવર્તનમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

મોદીએ તેના સંબોધનમાં વધુમાં કહ્યું કે, ઇતિહાસમાં પણ ભારત અને ફિજીનું જોડાણ છે અને આ જ કારણ છે કે અહીં મોટી સંખ્યામાં ભારતીય રહે છે. આપણે બન્ને દેશોની વચ્ચે વ્યાપાર અને રોકાણની સાથે આવાગમનને પણ સરળ બનાવવની જરૂરત છે. મોદીએ કહ્યું કે, અમે ડિજિટલ ફિજી માટે સાથે મળીને કામ કરવા માટે તૈયાર છીએ. અમે ફિજી સાથે સૌર વાયુ ઉર્જાના ક્ષેત્રમાં કામ કરવા માટેની દિશામાં આગળ વધવા માગીએ છીએ. લગભગ 8,49,000 લોકોની આબાદીવાળા દેશમાં લગભગ 37 ટકા લોકો ભારતીય મૂળના છે.

આ પહેલા ફિજીના એલ્બર્ટ પાર્કમાં મોદીનું પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસર પર હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. મોદી પણ ઉમળકાથી લોકોને મળ્યા હતા. આ સમયે મોદી સાથે ફોટો ખેંચાવવા લોકો પડાપડી કરી રહ્યા હતા. આ ભવ્ય સ્વાગત માટે મોદીએ સૌને ધન્યવાદ કહ્યું હતું. મોદી તેના ફિજી પ્રવાસ દરમિયાન સ્કૂલના બાળકોને પણ મળ્યા હતા.

મોદીના આ યાત્રાની ખાસ વાત એ રહી કે 33 વર્ષ પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રી ફિજી પહોંચ્યા હતા. વર્ષ 1981માં ઇન્દિરા ગાંધી ફિજી ગયા હતા. ત્યાર બાદ મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે, જે ફિજીની યાત્રા પર આવ્યા હોય. મોદીએ કહ્યું કે જે પરંપરાની શરૂઆત થઈ છે તે હવે આગળ પણ જળવાઈ રહેશે. હવે 33 વર્ષનો અંતરાય નહીં હોય. મોદીની ફિજી યાત્રા યાદગાર બની ગઈ હતી. મોદી માત્ર 33 વર્ષ પછી ફિજી આવનાર ભારતીય પ્રધાનમંત્રી નહોતા, પરંતુ પ્રથમ આંતરરાષ્ટ્રીય નેતા પણ હતા જેણે ફિજીની સંસદને સંબોધીત કરી હોય.
સ્વાગત માટે પક્ષ-વિપક્ષમાં લડાઇ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 33 વર્ષો પહેલા અહીં આવનારા પહેલા ભારતીય પ્રધાનમંત્રી છે. મોદીએ બુધવારે ફિજીની સંસદમાં ખાસ સત્ર સંબોધ્યું હતું. મુખ્ય વિપક્ષ સોદેપલા પાર્ટીએ આ સત્રને બોયકોટ કર્યું હતું. કારણ કે, સરકારે તેમને મોદીના ભાષણ પછી આભારવિધિ રજૂ કરવાનો મંજૂરી આપ્યા બાદ પ્રસ્તાવ પાછો ખેંચી લીધો હતો. સરકારે વિપક્ષના બોયકોટ અંગે નિરાશા વ્યક્ત કરી હતી.
ફિજીમાં સંસદ નવી છે. વિપક્ષના નેતા રો થેડ્મૂમૂ કેપાએ કહ્યું, અમારા 15 સાંસદ મોદીના સંબોધનમાં હાજર રહ્યા ન હતા. મોદીના પરંપરાગત સ્વાગત માટે કબીલાના પ્રમુખોને બોલાવની સરકારે લોકતંત્રની મજાક ઉડાવી હતી. પ્રધાનમંત્રી મોદીનું પણ વર્ષ 1981માં ઇન્દિરા ગાંધી જેવું ભવ્ય સ્વાગત જ થવું જોઇએ.

મોદીની ફિજી યાત્રાની વધુ તસવીરો જોવા સ્લાઇડ બદલતા રહો...