• Gujarati News
  • PM Modi Arrives In Paris On 1st Leg Of 3 Nation Visit

નરેન્દ્ર મોદી પેરિસ પહોંચ્યા, ભારતીય સમુદાય દ્વારા એરપોર્ટ પર કરાયું સ્વાગત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ત્રણ દેશના પ્રવાસે છે, તેઓ મોડી રાત્રે પેરિસ પહોંચ્યા છે. જ્યાં ઓરલી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ભારતીય સમુદાયના લોકો મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા છે. નોંધનીય છેકે વડાપ્રધાન મોદી ગુરુવારે બપોરે 4 વાગતા દિલ્હીથી પેરિસ જવા રવાના થયા હતા. પેરિસમાં પેરિસમાં મોદીનું સ્વાગત કરવા માટે રાજસ્થાનનું જીપ્સી ધોદ બેન્ડ પણ હશે. તેને ભારતનું સાંસ્કૃતિક રાજદૂત પણ કહેવાય છે. પેરિસમાં દેશનું આ એકલું બેન્ડ હશે. તેના ડિરેક્ટર - કલાકાર રહીસ ભારતીએ પેરિસથી ભાસ્કરને જણાવ્યું કે સમારંભ મ્યુઝિયમ ઓફ લૂબ્રમાં થશે. આ પ્રસંગે ત્રણ હજાર વીઆઈપી સાક્ષી બનશે. આ બેન્ડને એક વર્ષ પહેલા જ બુક કરવામાં આવ્યું હતું.

અમેરિકન પ્રમુખ બરાક ઓબામા સાથે ચાય પે ચર્ચા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્સવા ઓલાંદ સાથે 10મી એપ્રિલે નૌકામાં ચર્ચા કરશે. મોદી શુક્રવારે ઓલાંદ સાથે પેરિસની સીન નદીમાં ક્રૂઝમાં ફરશે. ફ્રાન્સની વ્યસ્ત મુલાકાતથી દૂર નૌકાવિહાર વખતે બંને નેતાઓ એકબીજાને મનની વાત કરશે. તે દરમિયાન બંને વચ્ચે રફાલ સોદા અંગે પણ વાતચીત થઇ શકે છે.