તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદૂષણ સામે ઝઝૂમતું લંડન, હવે રસ્તાઓની ઉપર સ્કાય વે પર ચાલશે સાઇકલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયાનાં સૌથી વ્યસ્ત શહેરોમાં સામેલ લંડનમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. દરરોજ વાહનોની સંખ્યા વધવાથી વ્યવસ્થા બગડી રહી છે અને પ્રદૂષણ વધવાથી પર્યાવરણને પણ નુકસાન થઇ રહ્યું છે.

પર્યાવરણ સુરક્ષિત રહે અને લોકોને પણ હેરાનગતિ ના થાય એટલા માટે અત્યાર સુધીની સૌથી અલગ અને ક્રાંતિકારી યોજના બનાવાઇ છે. ટ્રાફિકવાળી જગ્યાઓ પર 217 કિમી લાંબો તેમજ 15 કિમી પહોળો એક એવો રોડ બનાવવામાં આવશે, જેના પર ફક્ત સાઇકલો જ ચાલશે. આ રોડ મેટ્રોનાં માર્ગ ઉપરથી પણ પસાર થશે. તેનાથી બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કોઇ પ્રકારનું નુકસાન નહીં પહોંચે.

એક કલાકમાં આ રસ્તા પરથી 12000 સાઇકલ ચાલકો પસાર થઇ શકશે. આર્કિટેક્ટ કંપની ફોસ્ટર પાર્ટનર્સે તેને સ્કાય-વે નું નામ આપ્યું છે. મુખ્ય સડકથી તેની ઉંચાઇ 40-45 ફૂટ જેટલી હશે. શરૂઆતમાં 6 કિમીનો ભાગ બનાવવા માટે 2000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સ્કાય વે પર જવા માટે 200 જગ્યાઓની પસંદગી કરવામાં આવી છે.

તેનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે સાઇકલચાલક કોઇ હેરાનગતિ વિના પોતાની મંજિલ પર પહોંચી શકશે. હાલમાં તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગત નવેમ્બરમાં 15 દિવસોમાં જ અહીં છ સાઇકલચાલકોનાં માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. ત્યારપછીથી જ અહીં અલગ વ્યવસ્થા ઉભી કરવા માટેની માગ ઉઠવા માંડી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો