• Gujarati News
  • The Grand Scheme, Called Pier 55, Was Announced On Monday And The Majority Of The Funding For The Project

PICS:હડસન નદી પર 10 અબજના ખર્ચે આઇલેન્ડ પાર્કનું નિર્માણ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોટોઃ હડસન નદી પર પ્રસ્તાવિત પાર્કની તસ્વીર
ન્યુયોર્કઃ અમેરિકાના ન્યુયોર્કમાં હડસન નદી પર 170 મિલિયન ડોલર (સાડા દસ અબજ રૂપિયા)ના ખર્ચથી એક આઇલેન્ડ પાર્ક બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. સોમવારે પીર 55 નામથી આ ગ્રૈડ સ્ક્રીમની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં અબજપતિ બૈરી ડીલર અને તેમની ફેશન ડિઝાઇનર પત્નિ ડાયના પૈસા આપશે. લગભગ 2.7 એકરમાં આ પાર્કને સ્તંભો પર ટકેલા એક પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે.
આ પાર્કની ડિઝાઇન ખૂબ વિશિષ્ટ હશે. પીર 55 એક આઇલેન્ડની જેમ દેખાશે. આ માટે 341 મશરૂમના આકારના કોક્રીટ સ્તંભો બનાવવામાં આવશે. આ સ્તંભોની પાણીની ઉપર ઉંચાઇ 15થી 70 ફૂટ સુધી હશે. તોફાન જેવા ખતરાઓને જોતાં આ ખૂબ જરૂરી છે.
પાર્કની ખાસ ડિઝાઇન પર્યાવરણના મુદ્દાને પણ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ડિઝાઇનમાં મરીન સેંન્ચુરી માટે રાખવામાં આવેલા હિસ્સામાં માછલીઓ માટે પુરતી માત્રામાં સૂર્યના કિરણો પણ જશે. પાર્કમાં બે ફૂટપાથ હશે. આ પાર્કની ડિઝાઇન બ્રિટીશ ફર્મ હિથરવીક સ્ટૂડિયો અને આર્કિટેક્ટ મૈથ્યુ નીલસેને તૈયાર કરી છે.
આગળની સ્લાઇડમાં જુઓઃ નિર્માણ બાદ પાર્ક પીર 55 આવે દેખાશે તેની સુચિત તસવીરો