Modi Fever: સિડનીમાં હકડેઠઠ મેદની ઉમટી પડી, જુઓ Pics

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ઓલફોન્સ એરિના ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ આપતા)
સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય સમુદાયે સિડનીમાં ઓલફોન્સ એરિના ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં ભવ્ય કોમ્યુનિટી રિસેપ્શનનું આયોજન કર્યું હતું. ઓલફોન્સ એરિનામાં 16,000થી વધુ ભારતીયોને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે, આજ કાલ તો ભારતમાંથી રાતે નીકળો એટલે સવારે ઓસ્ટ્રેલિયા પહોંચી જાવ પણ ભારતના વડાપ્રધાનને અહીં પહોંચતા 28 વર્ષ લાગ્યા. ઓસ્ટ્રેલિયામાં પણ મોદીએ સ્વચ્છ ભારતનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદીએ કહ્યુ હતુ કે બીજી ઓક્ટોબરથી મે સ્વચ્છ ભારતનો મુદ્દો ઉઠવ્યો છે. તેની સાથે ભારતમાંથી ઓસ્ટ્રેલિયમાં આવીને વસેલા ભારતીયોનો મોદીએ અપીલ કરી હતી કે તમે પણ જ્યાંથી આવો છો તે ગામમાં આવો અને ત્યાં ટોઈલેટ બનાવવામાં મદદ કરો.
કાર્યક્રમની વધુ તસવીરો જોવા સ્લાઇડ બદલતા રહો....