US: ઇલેક્શન કમ્પેઇન દરમિયાનન કરાવ્યું બ્રેસ્ટફિડિંગ, તસવીરો વાયરલ

બર્ની સેન્ડર્સની રેલી દરમિયાન એક મહિલાએ પોતાની પુત્રી જાહેરમાં બ્રેસ્ટફિડિંગ કરાવ્યું

divyabhaskar.com | Updated - Mar 07, 2016, 12:48 PM
બર્ની સેન્ડર્સની રેલી દરમિયાન માર્ગરેટ એલન બ્રેડફોર્ડે પોતાની છ માસની પુત્રી જાહેરમાં બ્રેસ્ટફિડિંગ કરાવ્યું હતું.
બર્ની સેન્ડર્સની રેલી દરમિયાન માર્ગરેટ એલન બ્રેડફોર્ડે પોતાની છ માસની પુત્રી જાહેરમાં બ્રેસ્ટફિડિંગ કરાવ્યું હતું.
કોલમ્બસઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ માટેના ઉમેદવારની રેસમાં સામેલ ડેમોક્રેટિક પાર્ટીના બર્ની સેન્ડર્સની રેલી દરમિયાન પોતાની છ માસની પુત્રી જાહેરમાં બ્રેસ્ટફિડિંગ કરાવનારી એક અમેરિકન માની તસવીરો વાયરલ થઇ છે. #BoobsForBernieના હેશટેગ સાથે વાયરલ થયેલી આ તસવીરો ઓહિયો સ્ટેટના બાર્બર્ટનની રહેવાસી માર્ગરેટ એલન બ્રેડફોર્ડ પોતાની પુત્રીને બ્રેસ્ટફિડિંગ કરાવતી જોવા મળે છે. જોકે, તસવીરો વાયરલ થયા બાદ હવે તેને હેટ મેઇલ્સ અને મોતની ધમકી મળી રહી છે.

તસવીર થઇ વાયરલ

- માર્ગરેટ ગત સપ્તાહે બેરીયા વિસ્તારમાં આયોજીત બર્ની સેન્ડરર્ની રેલીમાં પોતાની છ માસના પુત્રી હાર્પર સાથે સામેલ થઇ હતી.
- રેલી દરમિયાન હાર્પરને ભૂખ લાગતા સેકન્ડ રોમાં ઉભેલી માર્ગરેટે તેને બ્રેસ્ટફિડિંગ કરાવ્યું હતું.
- માર્ગરેટ જ્યારે હાર્પરને બ્રેસ્ટફિડિંગ કરાવી રહી હતી ત્યારે સેન્ડર્સ તેની એકદમ નજીક જ હતા.
- માર્ગરેટને જ્યારે જાણ થઇ કે બ્રેસ્ટફિડિંગની તસવીર એક ફોટોગ્રાફરે ખેંચી તો તેણે એ તસવીર ફેસબુક પર શેર કરી દીધી.
- માર્ગરેટ દ્વારા આ તસવીર ફેસબૂક પર શેર કરાયા બાદ તે વાયરલ થઇ ગઇ.

આ અંગે માર્ગરેટે શું કહ્યું?

- WEWS NewsChannel5ને આપેલા ઇન્ટરવ્યૂમાં માર્ગરેટે જણાવ્યું કે 'મેં મારી પુત્રીને એવું ના કહ્યું કે હું તને 10 મિનિટમાં ધવડાવું'
- માર્ગરેટે ઉમેર્યું કે મેં મારી પુત્રીને કહ્યું કે 'હું તને અહીં જ ફિડિંગ કરાવીશ, અત્યારે જ, બાકી તું રડતી રહીશ.'
- માર્ગરેટે એવું પણ જણાવ્યું કે જ્યારે હું હાર્પરને બ્રેસ્ટફિડિંગ કરાવતી હતી ત્યારે જ અમારી તસવીર ખેંચવામાં આવી.

સેન્ડર્સ દંપત્તિએ આપ્યા અભિનંદન

- માર્ગરેટના જણાવ્યા અનુસાર આ ઘટના બાદ બર્ની અને તેમના પત્ની જેને તેને સંપર્ક સાધ્યો અને એક માને કરવું જોઇએ એ જ કામ કરવા બદલ તેનો આભાર માન્યો.
- સેન્ડર્સ દંપત્તિએ કહ્યું કે 'માતાઓએ જે કરવું જોઇએ એ જ માર્ગરેટે કર્યું છે અને એટલે તેઓ તેના આભારી છે. એટલું જ નહીં, માર્ગરેટ તેની પુત્રીની સંભાળ રાખે. પછી ભલે જાહેરમાં જ તેને નર્સિંગ કરવું પડે.'

ધમકીઓ મળી

- જાહેરમાં બ્રેસ્ટફિડિંગની વકીલાત કરનારી માર્ગરેટ ત્રણ સંતાનોની માતા છે.
- માર્ગરેટે વિનંતી કરી છે કે અન્ય માતાઓએ પણ જાહેરમાં બ્રેસ્ટફિડિંગ કરવાની તસવીરો #BoobsForBernie હેશટેગ અંતર્ગત શેર કરવી જોઇએ.
- તસવીરો વાયરલ થયા બાદ માર્ગરેટને ધમકીઓ મળી રહી છે.
- માર્ગરેટના જણાવ્યા અનુસાર તેને હેટ મેઇલ્સ મળી રહ્યાં છે અને મોતની ધમકીઓ પણ મળી રહી છે.
- અમેરિકામાં કેટલાય લોકો જાહેરમાં બ્રેસ્ટફિડિંગના વિરોધી છે.

આગળની સ્લાઇડમાં જુઓ... આ અંગેની કેટલીક તસવીરો...

માર્ગરેટ એલન બ્રેડફોર્ડના બ્રેસ્ટફિડિંગની તસવીરો સોશિયલ સાઇટ પર વાયરલ થઇ ગઇ.
માર્ગરેટ એલન બ્રેડફોર્ડના બ્રેસ્ટફિડિંગની તસવીરો સોશિયલ સાઇટ પર વાયરલ થઇ ગઇ.
માર્ગરેટ એલન બ્રેડફોર્ડ પોતાની પુત્રી હાર્પર સાથે
માર્ગરેટ એલન બ્રેડફોર્ડ પોતાની પુત્રી હાર્પર સાથે
માર્ગરેટે જણાવ્યું કે જ્યારે હું હાર્પરને બ્રેસ્ટફિડિંગ કરાવતી હતી ત્યારે જ અમારી તસવીર ખેંચવામાં આવી.
માર્ગરેટે જણાવ્યું કે જ્યારે હું હાર્પરને બ્રેસ્ટફિડિંગ કરાવતી હતી ત્યારે જ અમારી તસવીર ખેંચવામાં આવી.
X
બર્ની સેન્ડર્સની રેલી દરમિયાન માર્ગરેટ એલન બ્રેડફોર્ડે પોતાની છ માસની પુત્રી જાહેરમાં બ્રેસ્ટફિડિંગ કરાવ્યું હતું.બર્ની સેન્ડર્સની રેલી દરમિયાન માર્ગરેટ એલન બ્રેડફોર્ડે પોતાની છ માસની પુત્રી જાહેરમાં બ્રેસ્ટફિડિંગ કરાવ્યું હતું.
માર્ગરેટ એલન બ્રેડફોર્ડના બ્રેસ્ટફિડિંગની તસવીરો સોશિયલ સાઇટ પર વાયરલ થઇ ગઇ.માર્ગરેટ એલન બ્રેડફોર્ડના બ્રેસ્ટફિડિંગની તસવીરો સોશિયલ સાઇટ પર વાયરલ થઇ ગઇ.
માર્ગરેટ એલન બ્રેડફોર્ડ પોતાની પુત્રી હાર્પર સાથેમાર્ગરેટ એલન બ્રેડફોર્ડ પોતાની પુત્રી હાર્પર સાથે
માર્ગરેટે જણાવ્યું કે જ્યારે હું હાર્પરને બ્રેસ્ટફિડિંગ કરાવતી હતી ત્યારે જ અમારી તસવીર ખેંચવામાં આવી.માર્ગરેટે જણાવ્યું કે જ્યારે હું હાર્પરને બ્રેસ્ટફિડિંગ કરાવતી હતી ત્યારે જ અમારી તસવીર ખેંચવામાં આવી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App