તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈરાક યુદ્ધની વણજોયેલી તસવીરો, ભયના માહોલને કરાવી દીધો યાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયાભરના વિખ્યાત ફોટો જર્નાલિસ્ટ્સની પ્રકાશીત નહીં થયેલી તસવીરો છપાઈ

તાજેતરમાં જ યુનિવર્સિટી ઓફ ટેકસાસ પ્રેસ દ્વારા એક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. આ પુસ્તકે ઈરાકની યુદ્ધની સ્થિતિના ઘાવોને તાજા કરી દીધા છે. આ પુસ્તકની ખાસ વાત એ છે કે તેમાં પુરાણા ઘાવોને તાજા કરી દેતી અનેક તસવીરો પ્રથમ વખત દુનિયાની સામે આવી છે.

'ફોટોજર્નાલિસ્ટ ઓન વોર: અનટોલ્ડ સ્ટોરીઝ ફ્રોમ ઈરાક'ના શિર્ષક હેઠળ આ પુસ્તક પ્રકાશીત કરવામાં આવ્યું છે. તેમાં દુનિયાભરના વિખ્યાત તસવીરકારોના ફોટોગ્રાફ્સને સંકલિત કરવામાં આવ્યા છે.

ઈરાકમાં થયેલા ગંભીર અપરાધોને દર્શાવતી આ તસવીરોએ એક વખત લોકોને વિચારવા માટે મજબુર કરી દીધા છે કે, કોઈપણ દેશ સામે યુદ્ધ જાહેર થાય ત્યારે વાસ્તવમાં માનવતાનું જ મોત થાય છે. આ તસવીરોમાં બંદુકો છે, દર્દ છે બરબાદી છે માસૂમિયત છે અને માનવીય મુલ્યો પણ છે તો માનવીય મુલ્યોને કોરાણે મુકતી હકીકતો પણ છે.

અનેક મોટા યુદ્ધો અથવા ઈન્ટરનેશનલ કોનફ્લિક્ટ્સને કવર કરી ચૂકેલા ફોટો જર્નાલિસ્ટ્સે ઈરાકના યુદ્ધના કિસ્સાઓને દુનિયા સમક્ષ રજૂ કર્યા છે.

નોંધ આગામી તસવીરોમાં જુઓ ઈરાકનો એ લોહિયાળ કાળ. આગળની તસવીરો તમને વિચલિત કરી શકે છે.