• Gujarati News
  • Petition Filed In Pakistan Court To Prove Bhagat Singh's Innocence

ભગતસિંહને નિર્દોષ જાહેર કરવા પાકિસ્તાનની કોર્ટમાં પિટિશન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાંતિકારી ભગતસિંહને એસએસપી સોન્ડર્સની હત્યામાં નિર્દોષ દર્શાવતાં પાકિસ્તાનના શહેર લાહોરની કોર્ટમાં પિટિશન રજૂ કરાઈ છે. લાહોરના તે સમયના એસએસપી જ્હોન પી. સોન્ડર્સની 1928માં હત્યા કરાઈ હતી.
ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના ચેરમેન ઈમ્તિયાઝ રાશિદ કુરેશીએ રજૂ કરેલી પિટિશનમાં એફઆઈઆરની નકલની માગણી કરાઈ છે, જેમાં સોન્ડર્સની હત્યા માટે ભગતસિંહ,સુખદેવ અને રાજગુરુને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
કુરેશીએ દાવો કર્યો છે કે આ કેસમાં ભગતસિંહને રજૂઆત કરવાની તક આપ્યા વિના જ ફાંસીને માચડે લટકાવી દેવાયા હતાં.
એડિશનલ સેશન કોર્ટે એફઆઈઆરની નકલ નહીં આપવા બદલે લાહોર પોલીસના વડા ચોધરી શફીકને નોટિસ જારી કરી છે. કોર્ટે 11 એપ્રિલે એફઆઈઆરની નકલ આપવા પોલીસને હુકમ કર્યો હતો.