તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લંબી જુદાઇ : મશહૂર ગાયિકા રેશમાનું નિધન, બેસૂરાં બન્યાં અંતિમ સૂર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાનની મશહૂર ગાયિકા રેશમાનું નિધન થયું છે. રેશમાને ગળાનું કેન્સર હતું. તે લાંબા સમયથી લાહોરની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી. રેશમાએ દવાખાને જ આજે સવારે અંતિમ શ્વાસ લીધાં હતાં.

રેશ્માનો ભારત સાથે બહુ જ નજીકનો સંબંધ રહ્યો છે. 1947માં રાજસ્થાનના બિકાનેરમાં એક વણઝારા પરિવારમાં જન્મેલી રેશ્મા લોકો ગાયિકા તરીકે બહુ જ મશહૂર રહી. બોલીવુડની ફિલ્મ 'હીરો' માં રેશ્માએ ગાયેલું 'લંબી જુદાઇ ...' ઘણું જ લોકપ્રિય થયું હતું. બોલીવુડે રેશ્માના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી છે.

રેશમા ઘણીવાર ભારત આવતી રહેતી હતી. એક વાર જ્યારે તે ભારત આવી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને મળવા પણ બોલાવ્યાં હતાં.

આગળ વાંચો વધુ વિગતો