તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બલુચિસ્તાનમાં લોકોને ટાર્ગેટ કરી રહ્યું છે પાક. સૈન્ય, 40 લોકોનું કર્યું અપહરણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોશિંગ્ટનઃ યુએન હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં બલુચ પ્રતિનિધિ અબ્દુલ નવાઝ બુગતીએ વર્તમાન સ્થિતિ મામલે પાક. પર ટોર્ચર કરવાનો આરોપ લગાવ્યો હતો. બુગતીએ જણાવ્યું કે, ‘પાક. આર્મી સામાન્ય લોકો પર હુમલો કરી રહી છે. લોકોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે. 40 લોકોના અપહરણ અત્યારસુઘી થયા છે. જેમાં એક જ પરિવારના 19 લોકો સામેલ છે.’ તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે બલુચિસ્તાનમાં માનવ અધિકાર ભંગને થતા અટકાવવા અપીલ કરી છે.
શું બોલ્યા અબ્દુલ બુગતી

- અબ્દુલ નવાઝ બુગતી યુએન હ્યુમન રાઈટ્સ કાઉન્સિલમાં બલુચિસ્તાનના પ્રતિનિધિ છે. તેમણે જણાવ્યું કે, નસીરાબાદમાં લોકોના અપહરણ અને તેમની પર હુમલા કરવાનું કામ પાક. આર્મી કરી રહી છે.
- ડેરા બુગતીમાં 19થી વધુ લોકોના મોત થયા છે. જેમાં મહિલા અને બાળકોનો સમાવેશ થાય છે.
- બુગતીએ અપીલ કરી કે, બલુચિસ્તાન વિશે આંતરરાષ્ટ્રીય મીડિયા અવાજ ઉઠાવે જેથી બલુચ લોકોને બચાવી શકાય.
- બુગતીએ જણાવ્યું કે, બલુચિસ્તાન પર મોદીની સ્પીચથી કોઈ નેગેટિવ અસર નથી પડી. પાકિસ્તાન અહીં પહેલાથી જ લોકો પર હુમલો કરતો આવ્યું છે.
- મોદીની સ્પીચને કારણે એક લાભ થયો છે કે, બલુચિસ્તાન વિશે લોકોને જાણ થઈ રહી છે.
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો