પાકિસ્તાનમાં ઓનર કિલિંગઃ લાહોર હાઈકોર્ટ બહાર ગર્ભવતિ મહિલાની હત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનમાં ઓનર કિલિંગનો ભયાનક કિસ્સો સામે આવ્યો છે. લાહોર હાઈકોર્ટની બહાર એક 25 વર્ષની ગર્ભવતિ મહિલાને તેના ભાઈઓ અને બાપે પથ્થર મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ મહિલાનો ગુનો માત્ર એટલો હતો કે તેણે પરિવારની મરજી વિરુદ્ધ જઈને મોહમ્મદ ઈકબાલ નામની વ્યક્તિ સાથે નિકાહ કર્યા હતાં. મહિલા ત્રણ મહિનાની ગર્ભવતિ હતી.

પોલીસે જણાવ્યું કે નનકાના સાહિબમાં રહેતા ફરજાના પરવીનને પરિવારને આ લગ્ન મંજૂર નોહાતા. પરિવારે ઈકબાલ પર અપહરણ કરીને પોતાની પુત્રી સાથે બળજબરીપૂર્વક લગ્ન કરી લેવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગેના કેસમાં પોતાનું નિવેદન આપવા માટે ફરજાના લાહોર હાઈકોર્ટ પહોંચી હતી. જ્યાં તેને હત્યા કરી દેવાઈ હતી.
વકીલ મુસ્તફા ખરાલે જણાવ્યું હતુંકે જે સમયે પરવિન તેના પતિ સાથે કોર્ટ બહાર આવી રહી હતી તે જ વખતે 20 લોકોના ટોળાએ તેની પર હુમલો કર્યો હતો, ટોળામાં તેના ભાઈઓ અને પિતા પણ સામેલ હતાં. બંને જણાં કોર્ટના મુખ્ય ઝાંપે આવતાં જ આ લોકોએ હવામાં ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી અને બંનેને જૂદા પાડવાનો પ્રયાસ કર્યો હતો બંને જણાં તેનો પ્રતિકાર કરતાં જ મારપીટ શરૂ કરાઈ હતી અને તે પછી પાસેની બાંધકામ હેઠળની ઈમારતની ઈંટોના ઘા કરવાની શરૂઆત કરી હતી.
ઈકબાલે જણાવ્યં કે તેની પત્નીના મૃત્યુ પછી તે પરવીનને મળ્યો હતો અને અમે પ્રેમમાં પડી ગયા હતા. પ્રથમ લગ્નથી મને પાંચ સંતાનો હતો. તેણે પરવીનના પરિવારજનો પર લગ્ન અગાઉ નાણાં માગવાનો આરોપ મૂક્યો હતો. બંને જણાઁ ત્યારપછી લગ્નની કોર્ટમાં નોંધણી કરાવવાનું નક્કી કર્યું હતું.
પરવીનના પિતાએ ધરકપડ બાદ જણાવ્યું હતું કે તેની પુત્રીએ તેમની આબરૂના ધજાગરા ઉડાવ્યા હોવાથી તેને મારી નાખી છે. તેને મારી નાખવાનો મને જરાય અફસોસ નથી. પાકિસ્તાનના હ્યુમન રાઈટ કમીશનના જણાવ્યા અનુસાર 2013માં ઓનર કિલિંગના નામે 869 મહિલાઓને મોતને ઘાટ ઉતારી દેવાઈ હતી. જોકે વાસ્તવિકતા એ છે કે મહિલા પર ક્રૂર હિંસા આચરનાર વ્યકિતને પાકિસ્તાનના સમાજમાં ખરાબ ગણવામાં આવે છે.
પાકિસ્તાનના રૂઢિચુસ્ત સમાજમાં પોતાની પસંદથી લગ્ન કરનાર ખરાબ ગણાય છે. દર વર્ષે એક હજાર મહિલાઓને ઓનર કિલિંગના નામે મોતને ઘાટ ઉતારી દેવાય છે. પરિવારના સભ્યો જ આવું કૃત્ય આચરે છે. પાકિસ્તાનમાં જોકે પત્થર મારીને મારી નાખવાની ઘટના ક્યારેક જ બને છે. જ્યારે પરવીનને દોળાદાહળે પથ્થરો મારવામાં આવી રહ્યા હતા ત્યારે લોકો તમાશો જોઈ રહ્યા હતાં.
આગળની સ્લાઈડસમાં જૂઓ તસવીરો...