પાકિસ્તાને તાલિબાની અડ્ડાઓ પર કર્યો હવાઇહુમલો, 12ના મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાને ગુરુવારે તાલિબાનના ઠેકાણાઓ પર હવાઇહુમલો કર્યો હતો. જેમાં 12 જેટલા ઉગ્રવાદીઓનું મૃત્યુ થયું હોવાની શંકા છે. પાકિસ્તાની એરવેઝ તાલિબાનના તાબા હેઠળના દુર્ગમ વિસ્તાર એવા ખૈબર જિલ્લામાં હુમલો કર્યો હતો. અહીંયા લશ્કર-એ-ઇસ્લામ આતંકવાદી સંગઠન એક્ટિવ છે.

પહેલી માર્ચે પાકિસ્તાની તાલિબાનીઓએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, ત્યારબાદ આ પ્રથમ હુમલો હતો. ગત સપ્તાહે તાલિબાને યુદ્ધવિરામનો અંત કરવાની ઘોષણા કરી હતી. બાદમાં પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમી ભાગમાં ઉગ્રવાદી હુમલો થયો જેમાં સાત જણા માર્યા ગયા હતા.