• Gujarati News
  • Pakistan Petroleum Minister Apologises For Fuel Crisis

પાકિસ્તાનમાં ઓઇલ સંકટ યથાવત, પેટ્રોલિયમ મંત્રીએ માફી માંગી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોટોઃલાહોરમાં પેટ્રોલ પંમ્પ પર પેટ્રોલ ખરીદવા માટે મોટી મોટી લાઇનો લાગી હતી)
ઇસ્લામાબાદઃ પાડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા એક અઠવાડીયાથી ચાલી રહેલી પેટ્રોલ-ડિઝલની અછતને લઇને પેટ્રોલ પમ્પ પર લાંબી લાંબી લાઇનો જોવા મળી રહી છે. વડાપ્રધાન નવાઝ શરીફે આ સમસ્યાના ઉકેલ માટે ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી. દેશમાં ઉભી થયેલી આ સ્થિતિને લઇને પેટ્રોલિયમ મંત્રી શાહિદ ખગાન અબ્બાસીએ સોમવારે માફી માંગી હતી. ઇસ્લામાબાદમાં પત્રકાર પરીષદમાં અબ્બાસીએ ઓઇલ ક્રાઇસિસની જવાબદારી સ્વિકારતા કહ્યું કે અછત પાછળના કારણો શોધવા માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પેટ્રોલ-ડિઝલની સપ્લાઇમાં 30 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. અછતને કારણે વાહનવ્યવહાર અને ઇમરજન્સી સેવાઓને અસર પહોચી હતી.
પેટ્રોલ-ડિઝલની અછતને કારણે કરાંચીના ઘણા વિસ્તારોમાંના પેટ્રોલ પંમ્પો બંધ થઇ ગયા હતા. જેને કારણે બાઇક અને કાર માલિકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ પાકિસ્તાન સ્ટેટ ઓઇલનું ખાનગીકરણ કરવાને કારણે ઓઇલ કટોકટી ઉભી થઇ હોવાનું માની રહ્યા છે. લોકો આ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણી રહી છે. લોકોએ કહ્યું કે પાકિસ્તાન માટે જરૂરી બળતણનો સ્ટોક રાખવો જરૂરી છે તેવામાં આ સ્થિતિ ઉભી થવી તે માટે સરકાર જ જવાબદાર છે.
અબ્બાસે કહ્યું કે પંજાબ અને ખૈબર પંખ્તુનખવાના કેટલાક વિસ્તારોમાં અસાધારણ માંગને કારણે પેટ્રોલ-ડિઝનની અછત ઉભી થઇ છે. શોર્ટેજને કારણે પંજાબના કેટલાક વિસ્તારોમાં સીએન પંમ્પ પણ બંધ રહ્યા હતા. અબ્બાસીએ કહ્યું કે ઇસ્લામાબાદ અને રાવલપિંડીના પુરવઠામાં 50 ટકાનો જ્યારે લાહોરમાં પેટ્રોલ-ડિઝલના પુરવઠામાં 100 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ પ્રધાને એક સપ્તાહમાં સ્થિતિ સામાન્ય થવાની અને ફેબ્યુઆરીમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરી હતી. આ અગાઉ વડાપ્રધાન શરીફ, પેટ્રોલિયમ પ્રધાન અબ્બાસી નાણાં પ્રધાન ઇશ્ક દાર અને સંરક્ષણ પ્રધાન ખાવજા અસીફે બેઠક યોજી હતી.
આગળની સ્લાઇડમાં વાંચોઃ આવી સ્થિતિ પેદા થવા પાછળનું કારણ